Sihor
સિહોર ; સર્વોત્તમ ડેરીમાં ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ ; અનેકવિધ કાર્યક્રમો યોજાયા
કુવાડિયા
- સમગ્ર રાજ્યમાં વધારે માં વધારે દુધના ખરીદભાવ આપતી સર્વોત્તમ ડેરી, ૨૩માં સ્થાપના દિવસે સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં રેકોર્ડબ્રેક ભાવવધારાની અમૂલ્ય ભેટ, ૨૩માં સ્થાપના દિવસે સવા લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ
શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના ૨૩માં સ્થાપના દિવસે ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. ૨૭/૦૯/૨૦૨૩ના રોજ નિયામક મંડળની મિટિંગ મળી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતા, ૨૩માં સ્થાપના દિવસે પશુપાલકોને સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં રેકોર્ડબ્રેક ભાવવધારાની અમૂલ્ય ભેટ આપવામાં આવી. આ ભાવવધારાથી સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે દૂધના ખરીદભાવ આપવાનું બહુમાન સર્વોત્તમ ડેરીને મળેલ છે. સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે તેવા શુભ આશયથી હાલ કીલોફેટે રૂૉ. ૮૩૦/- ચૂકવાય રહ્યા છે તેમાં રૂ।. ૨૦/- નો વધારો કરી તા. ૦૧/૦૭/૨૦૨૩ થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ।. ૮૫૦/- કરવામાં આવેલ છે. સને ૨૦૦૨ ના જુલાઈ માસમાં પ્રતિ કીલોફેટે રૂ।. ૭૫૫/- ભાવ હતો જેની સરખામણીમાં સને ૨૦૨૩ ના જુલાઈ માસમાં પ્રતિ કીલોફેટે રૂ।. ૮૫૦/- કરવામાં આવેલ છે. જેથી દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા રૂ।. ૯૫/- કીલોફેટ વધારે મળશે. જુલાઈ માસમાં ૨૦/- રૂ।. નો ભાવ વધારો કરવાથી દૂધ ઉત્પાદકોને ૫.૦૦ કરોડ રૂાં. જેટલી વધારે ચુકવવામાં આવશે.
સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના કરકસર અને કુનેહપૂર્વકના વહીવટ દ્વારા જીલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી દ્વારા રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહેલ આજે સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે દૂધના ખરીદભાવ આપી જીલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં અમૂલ્ય ફાળો રહેલ છે. સર્વોત્તમ દાણના કાચા માલ તથા મજુરીમાં કમરતોડ ભાવ વધારો થવા છતાં પણ સર્વોત્તમ દાણના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવેલ નથી તેમજ દૂધના વેચાણભાવમાં વધારો કર્યા વિના સતત ત્રીજીવાર દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે. આમ સર્વોત્તમ ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં પોતાને મળતો રેકોર્ડબ્રેક ભાવવધારથી પશુપાલકોમાં હર્ષની લાગણી પ્રસરી છે. ભાવનગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના ૨૩માં સ્થાપના દિનની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી. જેમાં સવારે ૦૯:૦૦ કલાકે સર ચિલીંગ સેન્ટર પર સર્વોત્તમ ડેરી ચેરમેનશ્રી, મેનેજિંગ ડીરેક્ટરશ્રી, નિયામક મંડળશ્રી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી સર્વોત્તમ ડેરી તથા સંયોજિત દૂધ મંડળીઓ દર વર્ષે ૧.૨૫ લાખ વૃક્ષોનું જિલ્લામાં વૃક્ષારોપણ કરે છે.
દર વર્ષની માફક આ વર્ષે વધારે ટાર્ગેટ સાથે સર્વોત્તમ ડેરીના ૨૩માં સ્થાપના દિવસથી તેના સર ચિલિંગ સેન્ટરથી ૧.૨૫ થી વધારે વૃક્ષોના વૃક્ષારોપણનો આરંભ કરવામાં આવેલ છે. ઉપરાંત સર્વોત્તમ ડેરીના ૨૩માં સ્થાપના દિવસ નિમિતે પંચતત્વ કાર્યક્રમ અન્વયે વિવિધ વિષય પ્લાસ્ટિક મુક્ત ભારત, ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટસ અંતર્ગત સ્વદેશી ધાન્ય વપરાશનો સંકલ્પ વિગેરે વિષે સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતે માર્ગદર્શન આપેલ. આ સંઘના પાયાના પત્થર એવા સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર શ્રી એચ.આર.જોષીના મહાસંઘર્ષ થકી આ સંઘની સ્થાપના થયેલ છે જેને યાદ કરી બિરદાવેલ, સરાહના કરેલ. સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોત અને સ્થાપક અને મેનેજિંગ ડેરિક્ટર શ્રી એચ.આર.જોષીના પરિણામલક્ષી નેતૃત્વ દ્વારા સર્વોત્તમ સફળતા થકી આ સંસ્થાને વિકાસની હરણફાળ તરફ લઇ જઈ પશુપાલકોને સર્વોત્તમ ભાવ આપી શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ અને હવે આ જીલ્લામાં આનુવંશીક તેમજ હરિયાળી ક્રાંતિ અને સ્વાસ્થ્ય ક્રાંતિ કરવામાં આ સંસ્થાનો મોટો ફાળો રહ્યો છે. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૨૦૧૭ ના આહ્વાન મુજબ ૨૦૨૨માં ખેડૂતોની આવક બે ગણી કરવાના નિર્ધારને સર્વોત્તમ ડેરીએ વધાવીને તે મુજબ આવક દિન પ્રતિદિન વધતી જાય તેવા પ્રયાસોના ભાગરૂપે દૂધ ઉત્પાદકોને રેકોર્ડબ્રેક ભાવ આપવા નિર્ધાર કરેલ છે તેની જાણકારી મેનેજિંગ ડીરેકટરશ્રીએ આપેલ જેની નિયામક મંડળે સરાહના કરેલ. આજના ૨૩માં સ્થાપના દિવસે સવા લાખ વૃક્ષો વાવવાનો પણ સંકલ્પ કર્યો છે