Connect with us

Sihor

સિહોર ઝંખે છે ઉકેલ : રખડતા પશુઓનો પ્રશ્ન શિરદર્દ સમાન બન્યો

Published

on

sihor-longs-for-a-solution-the-issue-of-stray-cattle-became-a-headache

પવાર

  • પાલિકાની બેદરકારી સામે લોકોમાં વ્યાપેલ આક્રોશ ; મુખ્ય બજારોમાં અને શેરી-મહોલ્લાઓમાં ઠેર ઠેર પશુઓના અડીંગાથી રાહદારીઓ પરેશાન

સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોય શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. શહેરની તમામ મુખ્ય બજારોમાં, શાકમાર્કેટમાં  તેમજ શેરી મહોલ્લાઓ,ચોકમાં તેમજ હાઈવે ઉપર આ પશુઓ અડીંગો નાખીને કલાકો સુધી પડયા પાથર્યા રહેતા હોય ત્યાંથી પસાર થવામાં વાહનચાલકોને અને ખાસ કરીને રાહદારીઓને હેરાનગતિ ભોગવવી પડે છે.સિહોર શહેરની તમામ બજારોમાં ઉપરાંત શેરી મહોલ્લાઓમાં જયા જુઓ ખાસ કરીને ઉકરડાઓની આસપાસ આખલાઓના ટોળાઓ નજરે પડતા હોય છે.

આ આખલાઓ છાસવારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઢીંક મારવા દોટ મુકતા હોય છે. અને રોડ પર પાર્કિંગ કરાયેલા વાહનોને ભારે નુકશાન કરતા હોય છે. આ અગાઉ  સિહોર શહેરમાં જ આખલાઓએ લોકોને ઢીંક મારવાની પણ ઘટનાઓ બની છે જયારે અનેક રાહદારીઓને ઈજાગ્રસ્ત કર્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તેમ છતાં નગરપાલિકાનું અંધેર તંત્ર કુંભકર્ણ નીંદ્રામાં પોઢી ગયેલ છે. પાલિકાના સત્તાધીશો દ્વારા આ રખડતા પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં ન આવતા તેનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા હોય જાગૃત લોકોમાં પ્રબળ કચવાટ વ્યાપેલ છે. શહેરમાં બીનવારસી આખલાઓના ત્રાસ અંગે આ અગાઉ અનેકવાર ચૂંટાયેલા પદાધિકારીઓને રજુઆતો કરવા છતા તેઓ દુર્લક્ષ્ય સેવતા હોય લોકોમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિની આકરી ટીકાઓ થઈ રહી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!