Sihor
સિહોર ; દેશમાં પેટ્રોલ-ડીઝલના દૈનિક ભાવ બંધ, સાત મહિનાથી ઉંચો ભાવ ચૂકવતા લોકો
પવાર
- લોકોને ક્રૂડના ભાવ ઘટાડાનો લાભ ન મળે તેવી રીતે : મોંઘવારીને મતઃ ચૂંટણી પછી ખાદ્યતેલ અને અનાજ મસાલાના ભાવમાં વધારો : જીરૂ આસમાને : રાંધણગેસ,ઈંધણ સસ્તા ન થયા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં રોજેરોજ સતત વધઘટ થતી હોય છે અને દેશમાં પણ પહેલા રોજ રોજ તે મૂુજબ રાત્રિના પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરીને જાહેર થતા પરંતુ, તા. 23-5-2022થી પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ।. 96થી વધારે અને ડીઝલના રૂ।. 92 આસપાસ સ્થિર કરી દેવાયા છે જેના પગલે લોકોને દૈનિક ભાવ ઘટાડાનો લાભ હજુ મળ્યો નથી. ક્રૂડના ભાવ અગાઉ ઉંચકાયા ત્યારે ઉંચા ટેક્સના કારણે લોકોએ ઓક્ટોબર- 2021ના છેલ્લા સપ્તાહમાં પેટ્રોલના રેકોર્ડબ્રેક ઉંચા લિટરના રૂ।. 108 અને ડીઝલના 105ના ભાવ ચૂકવ્યા હતા ખાનગી કંપનીઓ તો આ સરકારી ભાવથી ઉંચા ભાવે ઈંધણ વેચતી હતી.
કોરોના કાળમાં ક્રૂડ તળિયે પહોંચી ગયું અને ભાવ એકદમ નીચા ગયા ત્યારે સરકારે તેના પર ટેક્સ વધારીને ભાવ ઉંચાઈએ જાળવ્યા હતા. હવે ક્રૂડના ભાવ 70થી 75 ડોલરે પહોંચ્યા છે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરાતું નથી જેના કારણે મોંઘવારીનું વિષચક્ર ફરતું જ રહ્યું છે.ઈંધણના ભાવ વધતા મોંઘવારી વધે છે તેવું તો ખુદ ભાજપના દિગ્ગજ નેતાઓ કહી ચૂક્યા છે. માત્ર ઈંધણ જ નહીં, પરંતુ, ચૂંટણી પછી સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ વધ્યા છે, આજે પણ વધુ રૂ।. 10નો વધારો થયો હતો. તો ઘંઉ સહિત અનાજના ભાવ, જીરૂ,મરચાં સહિત મસાલાના ભાવમાં પણ વધારો થયો છે.