Sihor
શંખનાદ હંમેશા અગ્રેસર ; સિહોર ગૌતમેંશ્વરના માર્ગે બાવળોને દૂર કરવાનું કામ શરૂ
કુવાડીયા
ગૌતમેશ્વર રોડ પર અડચણરૂપ ઝાડ હટાવવાની કામગીરી શરૂ થતા રાહતની લાગણી, પ્રજાભિમુખ શંખનાદ સમાચારોની વધુ એક અસર, શ્રાવણ માસ પૂર્વે તંત્રવાહકોએ માર્ગનું જરૂરી સમારકામ હાથ ધર્યું
સમાચારોમાં શંખનાદ હમેશા અગ્રેસર રહ્યું છે. સમાચારનો અર્થ માત્ર કોઈની ટીકા કરવી અથવા સનસનાટી ફેલાવી દેવાનો નથી, તેની તકેદારી રાખવાનો હંમેશા અમે પ્રયાસ કર્યો છે. દુનિયામાં જેમ ખરાબ થાય છે તેમાં કયાંક સારૂ પણ થાય છે. શંખનાદએ આગ્રહ રાખ્યો કે જ્યાં કઈ પણ સારૂ થાય છે તેની વાત અચુક વાંચકો સુધી લઈ જવી, સતત નેગેટીવ સમાચારો વચ્ચે એક હકારાત્મક ઘટના આપણને બધાને જીવાડવામાં મદદ કરે છે. અમે પ્રયત્ન કર્યો કે વિશ્વમાં બધી જ ખરાબ ઘટનાઓ થતી નથી, સારા માણસો પણ છે અને સારૂ પણ બને છે. એક મોટા સમાચાર ચુકી જવાય તો વાંધો નહીં, પણ એક સારી ઘટના નોંધ વગર આપણે અને વાંચકો ચુકી જઈએ તે પાલવશે નહીં. શંખનાદનો પ્રયત્ન રહ્યો કે બે અક્ષરોની વચ્ચે અને ગુઢાર્થ હોય છે. સમાચાર તો બધા જ આપે છે, પણ એક લીટી વચ્ચેની ઘટનાઓ વાંચકોને સમજાય તે રીતે રજુ કરવામાં આવે છે. પત્રકાર સમાચાર લખે છે, તેના કારણે કોણ રાજી થાય છે અને કોણ દુઃખી તેનો પ્રશ્ન હોતો નથી. કારણ તે કોઈને રાજી અથવા દુઃખી કરવા લખતો નથી. પત્રકારત્વને સમજી શકતી વ્યકિતઓને ખબર જ છે પત્રકારનું કામ વ્યવસ્થા તંત્રની ખામીઓ શોધી તંત્ર સામે મુકવાની હોય છે. દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના આગમનને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સિહોરના ગૌતમેંશ્વર મંદિરના માર્ગે ચારેબાજુ બાવળો ઊગી નીકળ્યા હતા તંત્રવાહકો શ્રાવણ માસ પૂર્વે માર્ગની દશા સુધારવામાં આવે તેમજ રોડ પરના ખાડાઓ બુરવામાં આવે તેવી શંખનાદ દ્વારા ટકોર કરવામાં આવી હતી જ્યારે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાતા બાવળો દૂર કરવાનું શરૂ કરાયું છે જેથી શિવભકતોમાં રાહતની લાગણી જન્મી છે