Bhavnagar
શંખનાદ સમાચારે ગઇકાલે સાંજે 6/15 કલાકે કહ્યું એજ થયું : ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યા ફાયનલ

ભારે મથામંથન બાદ ભાવનગર પૂર્વમાં આજે સવારે ઉમેદવારની જાહેરાત, પૂર્વ મંત્રી અને સીટીંગ ધારાસભ્ય વિભાવરીબેન કપાયા, ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યા ભાજપના ઉમેદવાર : શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલબેનને જીતાડવા જવાબદારી વિભાવરીબેન લીધી હોવાનું કહેવાય છે
શંખનાદ સમાચાર સંસ્થા સમાચારોમાં વધુ એકવાર અગ્રેસર રહ્યું છે. ગઇકાલે વિશ્વસનીય સુત્રોની જાણકારી મુજબ સાંજે 6/15 કલાકે શંખનાદે કહ્યું હતું કે ભાવનગર પૂર્વ બેઠક પર સેજલબેન પંડ્યા ફાયનલ છે અને આજે એજ શંખનાદ સમાચારો અહેવાલોને મહોર લાગી છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ઉપર અંતે ભારે મથામંન બાદ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. અને સીટિંગ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેનું પત્તું કપાયું છે .જ્યારે શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા ના પત્ની સેજલબેન પંડ્યા ઉપર પસંદગી ઢોળવામાં આવી છે અને તેઓને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાવનગર જિલ્લાની સાત પૈકી 6 બેઠકમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ભાવનગર પૂર્વની બેઠક માટે કોકડું ગૂંચવાયેલું હતું અને લાંબી ગડમથલ આજે સવારે ભાજપે પૂર્વની બેઠકના ઉમેદવાર તરીકે સેજલબેન પંડ્યાનું નામ સતાવાર રીતે જાહેર કર્યું છે, ગત રાતથી તેમના નામની ચર્ચા જોરમાં હતી,
આજે સવારે ભાજપે તેમના નામની સતાવાર જાહેરાત કરતા ચર્ચા અને અટકળોનો અંત આવ્યો છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ સેજલબેનને જીતાડવાની જવાબદારી વિભાવરીબેન દવેએ લીધી હોવાનું કહેવાય છે. ભાવનગર પૂર્વ બેઠક માટે ભાજપ દ્વારા આજે સવારે તેમના ઉમેદવાર ની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા ના પત્ની સેજલબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર પૂર્વ ની બેઠક ઉપર વિભાવડી બેન દવે છેલ્લા ત્રણ ટર્મથી ચુંટાતા આવ્યા છે અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. વિભાવરીબેન દવે સામે સ્થાનિક કાર્યકરોની નારાજગી ની પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કર્યા બાદ આ બેઠક ઉપર અંતે વિભાવરીબેન નું પત્તું કપાયું છે. ભાવનગર પૂર્વની બેઠક વણિક બ્રાહ્મણની ગણવામાં આવે છે, ભાજપના ઉમેદવારની જીત માટે આ બેઠક સરળ છે આથી બેઠકના દાવેદાર વધુ રહે છે, આ વખતે પણ અનેક દાવેદાર અને સક્ષમ ચહેરાને કારણે ટિકિટ કોને આપવી.? તે ગડમથલ ભાજપ મોવડી મંડળને રહી હતી, સિટીંગ ધારાસભ્ય સામે પક્ષમાં જ નારાજગી અને પરિવર્તનની પ્રબળ માંગ હોવાથી ભાજપે નવો ચહેરો મૂકવો જરૂરી થઈ પડ્યું હતું. પરંતુ અનેક દાવેદારો વચ્ચે કોને ટિકિટ આપવી તે પણ મૂંઝવણ હતી.
ભાવનગર જિલ્લામાં 7 પૈકી 6 બેઠક પુરુષ ઉમેદવારને આપી દેવાતાં પૂર્વની બેઠકની ટિકિટ મહિલાને આપવાની હોવાથી મહિલા દાવેદારો વચ્ચે સ્પર્ધા રહી હતી જેમાં આખરે સેજલબેન પંડ્યાનો ઘોડો વિન રહ્યો હતો. તેઓ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના પત્ની હોવાનો લાભ મળ્યો હોવાનું મનાય છે ઉપરાંત સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય વિભાવરબેન એ પણ તેમના નામની ભલામણ કરી સેજલબેનને જીતાડવાની જવાબદારી લીધી છે. આમ, એકથી વધુ પરિબળને કારણે સેજલબેનને ટિકિટ મળી છે.