Connect with us

Gujarat

શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસનો પદભાર સંભાળતાં હાઈકમાન્ડ એક્શનમાં : ગુજરાત કોંગી નેતાઓને દિલ્હીનું તેડું

Published

on

Shaktisinh Gohil takes charge of Pradesh Congress in high command action: Gujarat Congolese leaders in Delhi

કુવાડિયા

૨૨મી જૂને ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે : લોકસભાની ચૂંટણીને લઇ રણનીતિ ઘડવમાં આવશે, તમામ સીનીયર નેતાઓને હાઈ કમાંડનુ તેડુ, રણનીતિ-સંગઠન મામલે ચર્ચા થવાનો નિર્દેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે અને આજે સોમવારે તેમણે રાજીવ ગાંધી ભવન ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ગઇકાલે તેમણે ગાંધી આશ્રમથી યાત્રા યોજી હતી પણ અમાસ હોવાના કારણે પદભાર સંભાળ્યો નહોતો. બીજી તરફ હવે હાઇકમાન્ડ પણ એક્શનમાં આવ્યું છે અને ૨૨મી જૂને ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ એક્શનમાં આવી છે અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે અને રણનીતિ ઘડવામાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહીલે ચાર્જ સંભાળતાની સાથે જ મોવડી મંડળ દ્વારા રાજયનાં તમામ સીનીયર પાર્ટી નેતાઓને તેડૂ મોકલ્યુ હતું. આગામી ગુરૂવારે રાષ્ટ્રીય અધ્યક્ષ તથા રાહુલ ગાંધી સાથે બેઠક યોજાવાના નિર્દેશ છે. વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર અને તે પાછળના કારણોના રીપોર્ટ બાદ કોંગ્રેસે પ્રમુખ બદલવા સાથે નવુ સંગઠન રચવાની રણનીતિ બનાવી હતી અને તેના ભાગરૂપે પ્રદેશ પ્રમુખપદે શકિતસિંહ ગોહીલને સોંપવામાં આવ્યું હતું.

Shaktisinh Gohil takes charge of Pradesh Congress in high command action: Gujarat Congolese leaders in Delhi

આજે ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને વિધીવત ચાર્જ સંભાળી લીધો હતો. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતી ઘડવાથી માંડીને પ્રદેશ તથા શહેર જીલ્લાનાં નવા માળખાની રચના માટે તાત્કાલીક કવાયત શરૂ થયાનું મનાય છે તેવા સમયે તેઓ તથા અન્ય તમામ સીનીયર નેતાઓને હાઈકમાંડે દિલ્હી તેડાવ્યા છે.પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે શકિતસિંહ ગોહીલ ઉપરાંત પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા અમીત ચાવડા,પુર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા તથા અન્ય પ્રદેશના સીનીયર નેતા (દિલ્હી જાય તેવી શકયતા છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે તથા રાહુલ ગાંધી સાથે બેઠક થશે. લોકસભાની ચૂંટણીમાં ખભેખભા મિલાવીને કામ કરવાની સુચના આપવામાં આવશે. ઉપરાંત ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાનું પણ મનાય છે.આ સુચિત બેઠકમાં નવા પ્રદેશ સંગઠન માળખા મામલે પણ ચર્ચા થવાની શકયતા છે. નવા પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ સીનીયર નેતાઓની પ્રથમ બેઠક હાઈ કમાંડે રાખી હોવાથી પાર્ટી કાર્યકરોમાં પણ અટકળો પ્રવર્તી રહી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!