Connect with us

Sihor

સિહોરની મુખ્ય બજારમાં ગટરના પાણી વહી નીકળતાં લોકોમાં રોષ ફેલાયો

Published

on

sewage-overflowing-in-the-main-bazaar-of-sihore-sparked-public-outrage

દેવરાજ

  • ગટર લાઈન પાછળ કરોડોના ખર્ચ છતાં વર્ષોથી દુર્ગંધ નગરજનોના શ્વાસમાં વણાયેલી

સિહોર શહેરમાં માથાના દુખાવારૂપ બનેલી ગટર સમસ્યા એ ફરી નગરની મુખ્ય બજારમાં પોત પ્રકાશ્યું હતું .અને માર્ગ ઉપર લાંબે સુધી દુષિત પાણીની ધારા વહી નીકળતાં રાહદારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. સિહોરની મુખ્ય બજારમાં ગટર છલકાતાં દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ થઈ છે

sewage-overflowing-in-the-main-bazaar-of-sihore-sparked-public-outrage

મુખ્ય અને ભરચક વિસ્તારમાં સવારના ભાગે સમસ્યા સર્જાતાં રાહદારીઓ અને વેપારીઓને ગટરના ગંદા પાણી આભડી જતાં ચોમેર રોષની લાગણી ફેલાઈ હતી શહેરની મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી તેમજ પાણીની લાઈન લીકેજ હોવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે મેઇન બજાર આંબેડકર ચોકથી લઈ વડલા ચોક સુધી છેલ્લા ઘણા સમયથી લોકો ગટરના પાણી તેમજ પાણીની લાઈન લીકેજ થતા ખૂબ જ ગંદકી વેઠી રહ્યા છે

sewage-overflowing-in-the-main-bazaar-of-sihore-sparked-public-outrage

ત્યારે સિહોર નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં નહિ આવતી હોવાનો બળાપો વેપારીઓનો છે ત્યારે વેપારીઓએ હવે મીડિયાનો સહારો લઈ રોષ વ્યકત કર્યો છે

error: Content is protected !!