Connect with us

Bhavnagar

ભાવનગરના સિનિયર નેતા પૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારીની જવાબદારી

Published

on

Senior leader of Bhavnagar former MLA Sunil Ojha has been given the responsibility of co-in-charge of Bihar BJP

કુવાડિયા

ઉત્તરપ્રદેશમાં પરિણામલક્ષી કામગીરી બાદ સુનીલભાઇને હવે બિહાર ભાજપની બાગડોર સોંપાઇ, સુનિલ ઓઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના નેતા મનાઈ છે

ભાવનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય અને તેજસ્વી નેતા સુનીલભાઇ ઓઝાને ભાજપે હવે બિહારના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ઉત્તરપ્રદેશના સહપ્રભારી તરીકે કાર્યરત હતાં. બિહારની રાજકીય સ્થિતિને ધ્યાને લઇ સુનીલભાઇને સોંપાયેલી આ જવાબદારી ખુબ જ મહત્વપૂર્ણ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અત્યંત વિશ્વાસુ અને નજીકના ગણાતા સુનીલભાઇ ઓઝા ઉત્તરપ્રદેશમાં પરિણામલક્ષી કામગીરી કરી ચુક્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા (જે.પી. નડ્ડા) દ્વારા આજે બિહાર પ્રદેશ ભાજપના સહ પ્રભારી પદે સુનીલભાઇ ઓઝાની નિમણૂંક જાહેર કરાઇ હતી. જેને લઇને સુનીલભાઇ ઓઝા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ભાવનગરમાં દક્ષિણ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સુનીલભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં સ્થાઇ થયા છે અને રાજકીય રીતે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે હવે તેઓ બિહારમાં પણ સહપ્રભારી તરીકે ભાજપ માટે કામગીરી કરશે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ઉત્તર પ્રદેશ બીજેપીના સહ પ્રભારી તરીકે કાર્યરત હતા. 2014 થી તેઓ વડાપ્રધાનની વારાણસી સીટના પણ ઇન્ચાર્જ તરીકે રહ્યા છે. સુનીલ ઓઝા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે.

Senior leader of Bhavnagar former MLA Sunil Ojha has been given the responsibility of co-in-charge of Bihar BJP

વારાણસીમાં તેમના સંસદીય ક્ષેત્રની અત્યાર સુધી જવાબદારી સંભાળતા હતા. ઓઝાએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત ગુજરાતના ભાવનગરથી કરી હતી. તેઓ બે વાર ભાજપની ટિકિટ પર ભાવનગરના ધારાસભ્ય બન્યા હતા, પરંતુ 2007 માં જ્યારે ભાજપે તેમને ટિકિટ ન આપી, તો તેઓ અપક્ષ લડ્યા હતા અને હાર્યા હતા. તેના બાદ તેમના અને મોદી વચ્ચેના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગેરકાયદેસર બાંધકામ માટે મોટુ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનને લઈને સુનીલ ઓઝા મોદીથી નારાજ થયા હતા. તેઓએ ભાજપથી નારાજ થઈને મહાગુજરાત જનતા પાર્ટી નામથી અલગ પાર્ટી બનાવી હીત. જોકે, બાદમાં 2011 માં ફરી પીએમ મોદની ગુડબુકમાં આવી ગયા હતા. બાદમાં ગુજરાત ભાજપે તેમને પ્રવક્તા બનાવ્યા હતા. જ્યારે 2014 માં નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા લડવાનો નિર્ણય કર્યો, ત્યારે સુનીલ ઓઝાને સહપ્રભારી બનાવ્યા હતા. ઓઝા ત્યારથી કાશી વિસ્તારની જવાબદારી સંભાળી રહ્યાં છે. 2019 માં તેમને ગૌરક્ષ પ્રાંતની જવાબદારી આપવામા આવી હતી. કહેવાય છે કે, ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાતા કાશી વિસ્તારમાં તેમનો મોટો દબદબો છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!