Connect with us

Sihor

સિહોર પંથકની સગીરાની રવિવારે શોકસભા, કેન્ડલમાર્ચ

Published

on

seehore-diocese-minors-funeral-sunday-candlemarch

પવાર

  • સમગ્ર જિલ્લામાંથી સમાજના લોકો શોકસભા અને કેન્ડલમાર્ચમાં જોડાશે

સિહોર તાલુકાના મોટાસુરકા ગામના ૩ શખ્સોના ત્રાસથી કંટાળી ગઈ તા.૯મીએ આત્મહત્યા વ્હોરી લેનાર સિહોર પંથકની સગીરાના આત્મશાંતિ અર્થે મૃતક સગીરાના સહિત સર્વ સમાજ દ્વારા ૨૫મીને રવિવારના રોજ જાહેર શોકસભા અને કેન્ડલમાર્ચ યોજાશે, સાથોસાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવારા તત્વોના વધી રહેલા ત્રાસ સામે સગીવયની તેમજ યુવતિઓ અને મહિલાઓમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સિહોર તાલુકાના મોટાસુરકા ગામના ૩શખ્સોની સતત પજવણી અને ત્રાસ થી કંટાળી સિહોર પંથકની સગીરાએ પ્રથમ ઝેરી દવા પી લઈ પાણીના ટાંકામાં પડી આત્મહત્યા વ્હોરી લીધી હતી, ઘટનાના પગલે સગીરાના સમાજના તેમજ અન્ય લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરી

seehore-diocese-minors-funeral-sunday-candlemarch

સગીરાને મરવા મજબુર કરનારાઓને ઝડપી લઈ સખ્ત સજા કરવાની માંગ ઉઠી હતી દરમ્યાનમાં ૩શખ્સોના ત્રાસથી આત્મહત્યા વ્હોરી લેનાર સગીરાના આત્મશાંતિ અર્થે તા.૨૫મીને રવિવારના રોજ જાહેરશોકસભા અને કેન્ડલમાર્ચનું આયોજન કરાયું છે. આ શોકસભા અને કેન્ડલમાર્ચમાં મૃતક સગીરાના સમાજના સહિત સર્વસમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે અને મૃતક સગીરાને શ્રદ્ધાંજલિ આપી ભાવનગર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોની સગીરાઓ, યુવતિઓ તેમજ મહિલાઓમાં આવારાતત્વોના ત્રાસ સામે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં પણ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોના ઉપરાંત સુરતથી આવેલા અસંખ્ય લોકો જોડાશે

error: Content is protected !!