Sihor
કહો દિલ સે પરસોત્તમભાઈ ફિરસે ; શક્તિ પ્રદર્શન અને ધૂમ ધડાકા સાથે સિહોર ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન
બુધેલીયા
વિજયના પ્રચંડ વિશ્વાસ સાથે સમી સાંજે સિહોર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું, કમળનો વિજય નિશ્ચિત, સરકારની કામગીરીથી ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં વિકાસ, સિહોરનો કાર્યકર્તા હમેશા કમળને જીતાડવા કટિબદ્ધ ; મુકેશભાઈ લંગાળિયા, વિક્રમભાઈ નકુમ ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીના મધ્યસ્થ કાર્યાલયને સિહોર ખાતે ખુલ્લું મુકાયું છે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણીમાં પડઘમ પડી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ભાવનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર તરીકે પરસોત્તમ સોલંકીને જાહેર કર્યા છે.
સિહોરના રાજકોટ રોડ માધવહીલ પાસે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાન અગ્રણી અને જિલ્લાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લોકોએ ‘પરસોતમભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લાગાવ્યાં હતા. આ તકે મુકેશભાઈ લંગાળિયા અને વિક્રમભાઈ નકુમ કહ્યું હતું કે ભાજપ રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતી અન્ય પાર્ટીથી અલગ રાષ્ટ્રીય પાર્ટી છે, ભાજપ જે કહે છે તે કરે છે.
જે થઈ શકે તેવુ કહે છે, ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ’ સાથે ભાજપ દેશને વિકાસના પથ ઉપર આગળ વધારી રહેલ છે, નયા ભારતનું, નવા દેશનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહયું છે. ‘આ ગુજરાત મારૂ છે, મે ગુજરાત બનાવ્યુ છે, બધાના પ્રયાસોથી ગુજરાત બન્યુ છે’ ગુજરાતની સાડા છ કરોડની જનતાએ એક મોડેલ ગુજરાતને બનાવ્યુ છે. આપણે સંકલ્પ કરીએ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને. તેમણે આ તકે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો.