Sihor
સિહોરના સંદીપ મકવાણાને એલસીબી પોલીસે બાઈક ચોરી મામલે ઝડપી લીધો
પોલીસે સંદીપને બાઇક ચોરીમાં ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી, સંદીપ મૂળ સિહોરના ગણેશ નગરમાં રહે છે, ભાવનગર બિઝનેસ સેન્ટર પાસેથી બાઇક ચોરીની કબૂલાત આપી
ભાવનગર બીઝનેસ સેન્ટર પાસેથી થયેલી બાઇક ચોરીના મામલે એલસીબી પોલીસે સિહોરના સંદીપ મકવાણાને ઉઠાવી લીધો છે એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ત્રણેક દિવસ પહેલા ભાવમગર ખાતેથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન ઘાંઘળી પાસેથી એક બાઈક પર શંકાસ્પદ હાલતે પસાર થતાં આ શખ્સને અટકાવી નામ-સરનામાં સાથે તેની પાસે રહેલ બાઈકની આરસી બૂક લાઈસન્સ વગેરે દસ્તાવેજો તપાસ માટે માંગતા શખ્સ પોતાના નામ જણાવેલ જેમાં સંદીપ કાળુભાઇ મકવાણા ઉ.૨૩ રે. ગણેશ નગર સિહોર વાળા હોવાનું જણાવેલ હતું.
આ શખ્સ પાસેથી બાઈક અંગે માલિકીનો કોઈ આધાર-પુરાવો કે સંતોષકારક જવાબ ન આપી શક્તા શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક ગત તા 5ના રોજ ભાવનગર બીઝનેસ સેન્ટર પાસેથી ચોરી કરી ફેરવતાં હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા 30 હજારની કિંમત નું બાઈક કબ્જે કરી વાહન ચોરી નો ભેદ ઉકેલી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.