Sihor
સલામ તમારી સેવાને ; વીજળીને ચાલુ કરવા સિહોર PGVCLના વીજકર્મીઓ જીવના જોખમે કામગીરીએ લાગ્યા
પવાર – બુધેલીયા
- તારને જીવંત કરવા ક્રેઈન અને વાહની ઓર લટકી કામ કરતાં કર્મીઓ, સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુન શરૂ કરવા PGVCL યુદ્ધના ધોરણે તાબડતોબ કામગીરી
ખાસ કરીને બિપરજોય વાવાઝોડાએ કચ્છમાં વિનાશ વેર્યો છે જોકે બાદ સરકાર અને NDRF અને PGVCLની ટીમો દેવદૂત બની અસરગ્રસ્ત લોકોની જીંદગીમાં ફરી ઉજાસ લાવવા તનતોડ મહેનત કરી રહી છે. સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં ચાલુ પવને અને વરસાદી માહોલ વચ્ચે PGVCL વીજ સપ્લાય ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી.
ક્રેઇન વાહનો અને મશીનોની મદદથી વીજ સપ્લાય શરૂ કર્યો હતો વીજળીના થાંભલા પર ચડી શકાય તેવી સ્થિતિ ન હતી, PGVCLનો કર્મી જીવની બાજી લગાવી પવન અને વરસાદ વચ્ચે ગુલ થયેલી વીજળી ફરી ચાલુ કરવા મથી રહ્યા હતા આવા કાર્યનિષ્ઠ PGVCL કર્મીઓના કામના ભરપેટ વખાણ થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવનનાં લીધે વીજપોલ ધરાશય થયેલ ત્યારે PGVCL કર્મચારી દ્વારા ચાલુ પવન અને વરસાદમાં વીજપોલ ઉભો કરવામાં આવ્યા હતા કર્મચારીઓની કામગીરીને સૌવ ગ્રામજનોએ બિરદાવી પોતાના જીવના જોખમે જનતા માટે થઈને વાવાઝોડા વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે
ત્યારે ખરેખર નાના કર્મચારીઓ આશીર્વાદરૂપ થઈને લોકોની સમસ્યા દુર કરે છે, આખો દિવસ ગામડાઓમાં જ્યા ફોલ્ટ હોય ત્યાં રિપેરિંગ કામ કરવાની વ્યસ્તતાના કારણે ભુખ્યા તરશા પોતાની ફરજ નિભાવી હતી સૌવ લોકોએ PGVCLના કર્મચારીઓની કામગીરીને સલામ કરી બિરદાવી હતી