Connect with us

Talaja

દાઠામાં સોલાર કંપનીના પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ બાબતે રોજીયાના શખ્સે રિવોલ્વર માંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

Published

on

rojiya-men-fired-three-rounds-from-a-revolver-over-a-contract-at-a-solar-companys-plant-in-datha

પવાર

દાઠા ગામે નિર્માણ પામી રહેલા સોલાર પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે રોજીયાના શકશે આવી જમીન માલિક પાસે ૭/૧૨ ની નકલ માગી માથાકૂટ કરી મારી ગાડીઓ કેમ ચાલવા દેતો નથી તેમ કહી માર મારી ફાયરિંગ કર્યું.

તળાજાના દાઠા ગામે આવેલ રીન્યુ પાવર સોલાર કંપની ને પ્લાન્ટ બનાવવા માટે ભાડા માટે આપેલી જમીન અને કોન્ટ્રાક્ટ રાખવા બાબતે રોજીયા ગામે રહેતા શખ્સે દાઠા ગામે રહેતા બે યુવાનો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ઢીકા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ તળાજા ના દાઠા ગામે રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ જામસિંહ સરવૈયા એ દાઠા પોલીસ મથકમાં એવા મતલબી ફરિયાદ નોંધાવી હતી કે દાઠા ગામે આવેલી જયેન્દ્રસિંહ માલિકીની 30 વીઘા જમીન રીન્યુ પાવર સોલાર કંપનીને સોલાર પ્લાટ બનાવવા માટે ભાડેથી આપી હતી અને સોલાર પ્લાન્ટ બનાવવાની કામગીરી પણ શરૂ હતી સોલાર પ્લાન્ટ બનાવવા માટેની કામગીરી નો કોન્ટ્રાક્ટર જયેન્દ્રસિંહ અને ભગીરથ સિંહ દિલાવર સિંહ સરવૈયા પાસે હતો અને પ્લાન્ટ ખાતે ભગીરથસિંહ કામગીરી કરી રહ્યા હતા તળાજાના રોજીયા ગામે રહેતા સિધ્ધરાજસિંહ રામદેવસિંહ સરવૈયા એ આવીને ભગીરથ સિંહ સાથે મારી ગાડીઓ કેમ ચાલવા દેતા નથી તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી દરમિયાનમાં જયેન્દ્રસિંહ પણ પ્લાન્ટ ખાતે પહોંચી ગયા હતા અને સિધ્ધરાજસિંહ સાથે માથાકૂટ શરૂ થઈ હતી આ માથાફૂટ ઉગ્રસ્વરૂપે ધારણ કરી લેતા જયેન્દ્રસિંહ અને ભગીરથ સિંહ ને સિધ્ધરાજસિંહએ ઢીકા પાટુનો માર મારી ઉશ્કેરાઈને કારમાં રાખવામાં આવેલી રિવોલ્વર લઈ આવી બંનેની સામે તાકી ધડાધડ રિવોલ્વર માંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું પરંતુ જયેન્દ્રસિંહ અને ભગીરથ સિંહ દૂર ખસી જતા બંને બચી ગયા હતા દરમિયાનમાં આસપાસની વાડીઓમાં રહેલા લોકો એકત્ર થઈ જતા સિદ્ધરાજસિંહ પોતાની કારમાં બેસીને નાસી છૂટ્યા હતા આ સમગ્ર મામલે મોડી રાત્રે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!