Gujarat
ઉમેદવારી પહેલા પતિ રવિન્દ્ર જાડેજા સાથે રીવાબાએ કાર્યક્રમમાં આપી હાજરી, જામનગરથી ચૂંટણી લડશે
ગુજરાતની ચૂંટણીમાં જામનગર (ઉત્તર) બેઠકની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રીવાબા જાડેજા આ દિવસોમાં ચૂંટણીના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
રીવાબા જાડેજા તાજેતરના સમયમાં જામનગરમાં ખૂબ જ સક્રિય છે. આ દરમિયાન તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે લોકોને જાગૃત કરતા જોવા મળી છે.
રીવાબાએ કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેણે વર્ષ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. તેમને રાજકારણમાં વધુ રસ હતો. તેથી 2019માં તે ભાજપમાં જોડાઈ.
નોમિનેશન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબાએ જામનગરમાં એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા વિશે કહ્યું કે તે પહેલીવાર ધારાસભ્ય પદની રેસમાં છે અને તે (આ ચૂંટણીમાં) ઘણું શીખશે. તે હંમેશા લોકોને મદદ કરવા માંગે છે. આ કારણથી તે રાજકારણમાં આવી છે. પીએમ મોદી જે રીતે લોકો માટે કામ કરે છે, તે જ રસ્તે ચાલીને રીવાબા પણ લોકોની મદદ કરવા માંગે છે.