Connect with us

Sihor

અગનવર્ષાથી સનસ્ટ્રોક લાગવાનો ખતરો : ભર તડકામાં બહાર નીકળવું જોખમી : ડો શ્રીકાંત દેસાઈ

Published

on

Risk of sunstroke due to fire rain: Stepping out in full sun is dangerous: Dr Srikant Desai

દેવરાજ

તડકામાં કામ કરતા મજૂરો પર વધુ ભય : પુષ્કળ પાણી પીવા, ભૂખ્યા ન રહેવા, ચકકર આવે તો તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી – સિહોરના જાણીતા તબીબ ડો શ્રીકાંત દેસાઈની અપીલ

સમગ્ર રાજ્યમાં વિલંબ બાદ એકાએક ઉનાળો હોટ બની ગયો છે. બપોરના ૧૨ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં તો રસ્તા પર રીતસર લુ વરસવા લાગી છે ત્યારે સિહોરના જાણીતા તબીબ શ્રીકાંત દેસાઈએ શહેરીજનોને આરોગ્યનું રક્ષણ કરવા તકેદારી રાખવા માર્ગદર્શન સાથે અપીલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આવા તડકામાં બહાર નીકળવાથી સન સ્ટ્રોક લાગી જવાનો ખતરો રહેતો હોય, લોકોને જરૂર ન હોય તો આવા સમયે બહાર ન નીકળવા પણ સલાહ છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે જેનાથી આરોગ્ય લથડી શકે છે. શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિઓમાં ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.

Risk of sunstroke due to fire rain: Stepping out in full sun is dangerous: Dr Srikant Desai

સન સ્ટ્રોકથી બચવા લોકોને તડકામાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવા પણ અપીલ કરી છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ન ફરવા, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી અને લીંબુ સરબત પીવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવા, ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવા અને માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, દવાખાના કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવા જણાવ્યું છે

સન સ્ટ્રોકની અસરો

Advertisement

* શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો
* ખુબ તરસ લાગવી
* ગભરામણ થવી
* ચક્કર આવવા
* શ્વાસ ચઢવો
* હૃદયના ધબકારા વધી જવા

Continue Reading
Advertisement
error: Content is protected !!