Connect with us

Sihor

રાણો આખરે પાંજરે પૂરાયો : પીએમઓ સુધી ફરિયાદ થતાં રાણાના છક્કા છૂટ્યા…૮ દિવસથી ગાયબ હતો રાણો

Published

on

Rano finally finished the cage: Rana was released after complaining to the PMO...Rano was missing for 8 days

કાર્યાલય

યુવક ઉપર જીવલેણ હૂમલો કર્યા બાદ રાણો પોલીસને હાથતાળી આપતો હતો , ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હતો – દેવાયત ખવડ સામે અગાઉ ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે , હવે જામીન મળશે કે કેમ તેના ઉપર પ્રશ્ન

ડાયરાઓમાં રાણો રાણાની રીતે કહીને લોક સાહિત્યની મીઠી – મીઠી વાતો કરતા અને ખુમારીની વાતો કરનારા એક લોક કલાકાર છેલ્લા આઠ આઠ દિવસથી ખોવાયા બાદ આજે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોતાના પાડોશી યુવકને પોતાના સાગરિત સાથે ઢોર મારીને લોહીલુહાણ કર્યા બાદ રાણો ૮ દિવસથી પોલીસના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ધરપકડથી બચવા માટે રાણાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી પણ પોલીસે સોગંદનામું કર્યું હતું અને જામીન ન આપવા કહ્યું હતું . અગાઉ ભોગ બનેલા યુવકે છેક પીએમઓ સુધી ફરિયાદ કર્યા બાદ દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી હતી અને આજે ક્રાઈમ બપોર બાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. ડાયરામાં રાણો રાણાની રીતે કહીને ખુમારીની વાતો કરનારા લોક કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી રહી છે.

રાજકોટમાં પાડોશી યુવક મયૂરસિંહ રાણા ઉપર સાગરિત સાથે મળીને અંગત અદાવતમાં હૂમલો કર્યો હતો. જેમાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હૂમલાની ઘટના બાદ રાજ્કોટમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ભોગ બનનાર પરિવારની મહિલાઓએ પોલીસ કમિશનર સામે મોરચો માંડ્યો હતો અને ન્યાય અપાવવા ગુહાર લગાવી હતી. પોલીસને ખિસ્સામાં રાખું છું તેવો રોફ જમાવનાર દેવાયત ખવડ ૮-૮ દિવસથી ગાયબ હતો. દેવાયત ખવડના હૂમલાનો ભોગ બનેલા યુવક દ્વારા છેક પીએમઓ કાર્યાલયમાં ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી હતી અને જેના કારણે ખવડને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. પોલીસ હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી શકે છે અને રાણાને કાયદાનો પાઠ ભણાવી શકે છે. અગાઉ આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો..

error: Content is protected !!