Bhavnagar
ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી રાજવી પરિવાર દ્વારા રામકથાનું આયોજન કરાયું હતું
કુવાડિયા
- માનસનો સાર છે, રામ નામનું સ્મરણ, શ્રવણ અને ગાયન – શ્રી મોરારિબાપુ
- ભાવનગરમાં રામકથા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી રાજવી પરિવારને અર્પણ
ભાવનગરમાં યોજાયેલ ‘માનસ કેવટ’ રામકથાનો આજે વિરામ થયો, આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ માનસનો સાર છે, રામ નામનું સ્મરણ, શ્રવણ અને ગાયન એમ જણાવ્યું. આ રામકથા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી રાજવી પરિવારને અર્પણ કરી. શ્રી નાનાલાલ ભવાનભાઈ વનાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવેણાના આંગણે જવાહર મેદાનમાં ‘મારૂતિધામ’ ખાતે રામકથા વિરામ સાથે શ્રી મોરારિબાપુએ સાર રૂપ વાત કરતા જણાવ્યું કે, તુલસીદાસજીએ રામ ચરિત માનસમાં દર્શાવ્યા મુજબ માનસનો સાર છે, રામ નામનું સ્મરણ એટલે સત્ય, રામ નામનું શ્રવણ એટલે પ્રેમ અને રામ નામનું ગાયન એટલે કરુણા.
‘માનસ કેવટ’ રામકથામાં કેન્દ્ર સ્થાને રાખેલ ચોપાઈ ‘કેવટ બુધ બિદ્યા બડ઼િ નાવા, સકહિં ન ખેઇ ઐક નહિં આવા.’ ગાન સાથે કેવટના વિવિધ સ્વરૂપો તેમજ વિવિધ પાત્રોમાં નિષ્પન્ન થયેલ કેવટાઈ ગુણ સાથે ભક્તિ તત્ત્વની છણાવટ થઈ. સૃષ્ટી જોવાના ત્રણ દ્ષ્ટિકોણ ભોગાત્મક, કાવ્યાત્મક અને ઈશ્વરાત્મક, જેમાં ચોથો પ્રેમાત્મક દ્ષ્ટિકોણ એ કેવટ દ્વારા મળે છે. ભારપૂર્વક સંદેશો આપતા કહ્યું કે માટે કથા સાંભળવાથી વૈકુંઠ નહિ, પહોંચાય, તેને ચરિતાર્થ કરવી પડશે, યુવા વર્ગને અનુરોધ કર્યો કે, કથા સાંભળીને પોતાની પાંખોથી ઉડજો.
વ્યાસપીઠ પરથી ભાવનગર રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી તેમજ તત્કાલીન અને વર્તમાન રાજવી પરિવારના સંબંધને બિરદાવી આ કથા તેમને અર્પણ કરી.શ્રી મોરારિબાપુએ કથા વિરામ સાથે કહ્યું કે, કથા કોઈ ફળ માટે ન હોવી જોઈએ, સ્વાંત સુખાય કથા હોય છે, પરંતુ ભાવનગરની આ કથામાંથી સ્થાનિક સેવાભાવી સંસ્થાઓને પ્રસાદ રૂપે કશુંક અર્પણ કરવાનો હેતુ રહ્યો છે.