Sihor
સિહોરના રાજપરા ગામે રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયો ; વરઘોડીયાને લેવા હેલિકોપ્ટર પોહચ્યું
આહીર પરિવારમાં હરખનો અવરસ
રાજપરામાં પહેલીવાર વરઘોડિયાને લેવા માટે હેલિકોપ્ટર આવતા લોકો જોવા ઉમટી પડ્યા, આહીર પરિવારનો ભવ્ય લગ્નોત્સવ, રાજપરા ગામે સૌ પ્રથમવાર હેલિકોપ્ટર જોઈ લોકો આશ્ચર્યચકિત
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સિહોરમાં પણ લગ્નની અનેક જગ્યાએ જાન આવી રહી છે અને મંડપ રોપાયા છે. જ્યારે રાજપરા ગામે વરઘોડીયાને લેવા હેલિકોપ્ટર આવતા લોકો સૌ પ્રથમ ગામમાં હેલિકોપ્ટર જોઈ આશ્ચર્યચકિત થયા હતા. રાજપરા ગામના આહીર સમાજના આગેવાન જયેશભાઈ કુવાડિયાની પુત્રી નમ્રતા અને અરવિંદભાઈ સાંગાના પુત્ર કરણના અનોખા લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયો હતો લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા દરેક નવદંપતીને હોય છે.
જીવનના પ્રસંગોને યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. ત્યારે સિહોરના રાજપરા ગામના આહીર સમાજના જયેશભાઈ કુવાડિયાની પુત્રી નમ્રતા અને અરવિંદભાઈ સાંગાના પુત્ર કરણના અનોખા લગ્ન યોજાયા હતા સિહોર પંથકમાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. આહીર સમાજના લગ્નોત્સવમાં પારંપરીક પહેરવેશ સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
આહીર સમાજના લગ્નોત્સવમાં હેલિકોપ્ટર જોડાતા લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા. શાહી લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતા નાના ભૂલકાંઓમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો.
ગામના નાના ભૂલકાઓએ હેલિકોપ્ટર નજીકથી માણવાનો આનંદ લીધો હતો લગ્નમાં હેલિકોપ્ટર આવવાની અદભૂત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌકોઈ લોકો હેલિકોપ્ટર જોઈને ખુશ થવાની સાથે દંગ રહી ગયા હતા. નવદંપતીઓ પર પુષ્યવર્ષા થતા સૌ કોઈ ગેલમાં આવી ગયા હતા.