Sihor
વડાપ્રધાન મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું સિહોર એલડીમુનિ હાઇસ્કુલ ખાતે જીવંત પ્રસારણ
પવાર
- આપણાં માટે એ ગૌરવની વાત છે કે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન આપી રહ્યા છે : ભારતીબેન શિયાળ – બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જરૂરી : મુકેશભાઈ લંગાળિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું સિહોર શહેર-જિલ્લાની પ્રાથમીક-માધ્યમિક શાળાઓમાં જીવંત પ્રસારણ કરાયું છે. જેમાં સિહોર તાલુકા વહીવટીતંત્ર અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ સિહોર ખાતેના એલડીમુનિ હાઇસ્કુલ ખાતે મહિલા સાંસદ ભારતીબેન શિયાળની હાજરીમાં યોજાયો હતો આ તકે ભારતીબેને કહ્યું હતું કે, આપણાં માટે એ ગૌરવની વાત છે કે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન આપી રહ્યા છે.
આજના ટેકનોલોજીના યુગમાં ભણતર ખૂબ જરૂરી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણક્ષેત્રે અનેક આયામો ઉભા થયાં છે. ગુણવતાયુક્ત શિક્ષણ અપાઈ રહ્યું છે. શાળાઓ સુવિધાસભર બની છે. ગુણોત્સવ-શાળા પ્રવેશોત્સવ તેના ઉદાહરણ છે. આ તકે મુકેશભાઈ લંગાળીયાએ કહ્યું હતું કે બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ.
બાળકોને અભ્યાસ અંગે વધુ પડતુ દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. વધુમાં કહ્યું હતું કે પરીક્ષા અંગે કોઈપણ વિદ્યાર્થીના માનમાં ભાર ન રહેવો જોઈએ. બાળકો ભાર વગરનું શિક્ષણ મેળવે તે માટે દેશની નવી શિક્ષણ નીતિ બની છે. અહીં ભારતીબેન શિયાળ.
મુકેશભાઈ લંગળિયા, અશોકભાઈ ઊલ્વા, એલ ડી મુની હાઈસ્કુલ તેમજ શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ શિવભદ્રસિંહ ગોહિલ, અમીષાબેન પટેલ સહિત સંસ્થાના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા તેમજ ધનવંતભાઈ શાહ સહિત ના ટ્રસ્ટીઓ આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.