Connect with us

Bhavnagar

માત્ર 20 રૂપિયામાં અનમોલ જિંદગીનો સોદો ! બિહારના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 21થી વધીને 31એ પહોંચ્યો

Published

on

priceless-life-deal-for-only-20-rupees-death-toll-rises-to-31-from-21-in-bihars-lattha-incident

કુવાડિયા

  • લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 21થી વધીને 31એ પહોંચ્યો, સરકાર ઉપર ફિટકાર, બિહારમાં જે લોકો ઝેરીલો દારૂ પીને ટપોટપ મોતને ભેટ્યા તેમને સસ્તા ભાવે દારૂ મળી રહ્યાની જાણ થતાં જ કરી મુકી’તી પડાપડી

ઝેરી દારૂ પીવાથી ગતરાત સુધીમાં 31 લોકોના મોતથી અનેક સવાલો ઉભા થઈ ગયા છે. તંત્ર હજુ પણ બૂટલેગરોને પકડવામાં લાગેલું છે અને મુખ્ય સપ્લાયર પિતા-પુત્ર સહિત 40 લોકો પકડાઈ ચૂક્યા છે. જાણવા મળ્યા પ્રમાણે જદુ મોડ, બહરૌલી, મશરક તખ્ત, ડોઈલા, હનુમાન ગંજના ચાર કિલોમીટરના વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. સોમવારની સાંજથી લઈને મંગળવાર સુધી જે લોકોએ આ વિસ્તારમાં પાઉચમાં ભરેલો દેશી દારૂ પીધો તેની હાલત બગડતી ગઈ અને ટપોટપ મોત થવા લાગ્યા હતા. એવું જણાવાઈ રહ્યું છે કે, દેશી દારૂના પાઉચ માત્ર 20 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા હતા જેથી લોકોએ તેને ખરીદવા માટે પડાપડી કરી મુકી હતી. આ જ કારણથી કોઈ કાવતરું ઘડાયું હોય તે વાતનો ઈનકાર કરી શકાય તેમ નથી. પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી લીધી છે અને હજુ અન્ય લોકોને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ માઈક મારફતે બીમાર લોકોને છુપાવાની જગ્યાએ સારવાર માટે બહાર આવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. એસપીના જણાવ્યા પ્રમાણે તંત્ર આ ઘટનાની ગંભીરતાથી વાકેફ છે એટલા માટે આરોપીને છોડવામાં આવશે નહીં.

error: Content is protected !!