Sihor
સિહોરના મોટા સુરકા ગામના પંચાયત એરિયા કચોટીયા (ટીંબો) આવેલ નદી ઉપરના નાળાના કામમાં થતી ગેરરીતી અટકાવો – રજુઆત
કુવાડિયા
સિહોરના મોટા સુરકા ગામના પંચાયત એરિયા કચોટીયા (ટીંબો) આવેલ નદી ઉપરના નાળાના કામમાં થતી ગેરરીતી અટકાવવા સ્થાનિક કાર્યકર દ્વારા રજૂઆતો થઈ છે રજુઆત કર્તા વીરેન્દ્રસિંહ મોરીનું કહેવું છે કે સિહોર તાલુકાના મોટા સુરકા નજીક કચોટીયા (ટીંબો) જે મોટા સુરકા પંચાયત કચેરી સાથે સલગ્ન છે. હાલ કચોટીયા (ટીંબો) થી સિહોર તરફના જવાના મુખ્ય માર્ગ ઉપર આવતા નદી આવેલ છે જે નદી માં સિહોરના ગૌતમેશ્વર તરફથી પાણીની આવક થાય છે જે જે નદી કચોટીયા ટીંબો ગામે થઈને ઉસરડ ગામ તરફ જાય છે. નદીમાં ચોમાસા દરમિયાન ખુબજ પાણીની આવક થાય છે સિહોર ગામના ગૌતમેશ્વર તળાવ અવફ્લો થાય ત્યારે કચોટીયા ટીંબો ગામે આવેલ નદીમાં ખુબ માત્રા માં પાણી આવક થાય છે અને પુર જેવી સ્થિતિ સર્જાય છે. કચોટીયા (ટીંબો) થી સિહોર જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ નદી ઉપર નાળું જર્જરિત થઇ ગયેલ હોય જે નાળું નવું બનાવવા માટે મંજુરી આપવામાં આવેલ છે અને જે નાળું બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે કચોટીયા (ટીમો) ગામ તથા આજુ બાજુના ગામો માટે ખુબજ લાભ દાયક અને ફાયદાકારક સાબિત થશે.
હાલ કચોટીયા (ટીંબો) ગામે નદી ઉપર નાળું બનાવવામાં આવી રહ્યું છે જેનું બાંધકામ એક કન્સ્ટ્રકશન કંપની કરી રહી છે નદી ઉપર નાળું બનાવવાનું કામ જે ચાલી રહ્યું છે તેમાં ખુબ ગેરરીતી થઇ રહી છે સારી ગુણવંતા ની રેતી સિમેન્ટ અને સળીયાનો ઉપયોગ કરવાનો હોય પરંતુ હાલ જે કન્સ્ટ્રકશન કંપની દ્વારા નાળું બનાવવા માટે ખુબજ નબળી અને હલકી કક્ષાની રેતી સિમેન્ટ અને જંક વાળા સળિયાનો ઉપયોગ કરી નાળા નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે ભવિષ્યમાં નુકસાન કારક સાબિત થઇ શકે છે. નાળાના બાંધકામ અંગે વપરાતા મટીરીયલ નું કોઈ જાતનું પરીક્ષણ કરવામાં આવતું નથી તેમજ જવાબદાર કચેરીના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ કરવા આવતા નથી નાળાનું બાંધકામ કરી રહેલી કંપની તેમજ અધિકારી કર્મચારીની મિલીભગત હોઈ તેવું સ્પષ્ટ જણાઈ છે કન્સ્ટ્રકશન કંપની બેફામ હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરી રહી છે હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરી કામ કરે તો ભવિષ્યમાં નદીમાં પાણી અથવા પુર આવે ત્યારે નાળું ધરાશય થવાની સંભાવના લાગી છે તેમજ કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે છે તેનું જવાબદાર કોણ થશે ? નાળા ના કામ અંગે સત્વરે તપાસના આદેશ આપી યોગ્ય કરવા વિરેદ્રસિંહ મોરીએ રજુઆત કરી છે.