Connect with us

Sihor

તંત્ર દ્વારા રથયાત્રાની તૈયારીઓ ; સિહોર પોલીસ મથક ખાતે રથયાત્રાને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Published

on

Preparations for Rath Yatra by Tantra; A peace committee meeting was held at Sihore police station in connection with the Rath Yatra

પવાર – બુધેલીયા

પીઆઇ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિ‌ન્દુ અને મુસ્લિમો ઉપસ્થિત રહ્યા, રથયાત્રા સંદર્ભે જરૂરી ચર્ચાઓ થઈ

રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થતા તંત્ર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં પીઆઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હિ‌ન્દુ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૨૦ જૂનના રોજ સિહોર નગરમાં નિકળનારી રથયાત્રા પ્રસંગે નગરમાં કોમી એખલાસ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુથી સિહોરના પીઆઇએ શાંતિ સમિતિની બેઠક પોલીસ મથકે બોલાવી હતી. બેઠકમાં અધ્યક્ષ સ્થાન પીઆઇ ભરવાડે લીધુ હતુ. શાંતિ સમિતિની બેઠકમાં હિ‌ન્દુ મુસ્લિમ કોમના આગેવાનો સામાજિક કાર્યકરો ધાર્મિ‌ક સંસ્થાના વડાઓ અને પત્રકારો હાજર રહ્યા હતા.

ઉપસ્થિત સૌ આગેવાનોને રથયાત્રાએ સમગ્ર સિહોરનું ધાર્મિ‌ક ઉત્સવ હોય વહીવટી તંત્રને સલામતી વ્યવસ્થા નિવારણ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવા સિહોર રથયાત્રા ઉત્સવ સમિતિના કાર્યકરો અત્યારથી જ તેની તૈયારીમાં લાગી ગયા છે. સિહોરમાં ક્યારેય ગમે તેનો ધાર્મિ‌ક પ્રસંગ હોય વિવાદ થયો નથી. બંનેવ પક્ષો કોમી એકતા જાળવીને ધાર્મિ‌ક લાગણી દુભાય નહી તેમ ઉત્સવો સહિ‌યારા પ્રયાસોથી ઉજવવામાં આવે છે.

error: Content is protected !!