Connect with us

Sihor

રથયાત્રાને લઈ પૂર્વ તૈયારીઓ : સિહોરમાં નિકળનારી રથયાત્રાને લઈ શહેરમાં પોલીસનું પેટ્રોલિંગ ; ચેકીંગ

Published

on

preliminary-preparations-for-the-rath-yatra-police-patrolling-the-city-for-the-rath-yatra-leaving-from-sihore-checking

પવત

સિહોરના ઠાકરદ્વારાથી 20 જૂને સવારે 8 વાગ્યે નીકળનારી રથયાત્રા માટે પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય એ માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સિહોર પોલીસે રથયાત્રાના માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું.

Preliminary preparations for the Rath Yatra: Police patrolling the city for the Rath Yatra leaving from Sihore; checking

બીજી તરફ રથયાત્રા સમિતિ સંચાલકો અને ભક્તોએ પણ આ રથયાત્રા માટે ખાસ તૈયારી કરી સરસ આયોજન કર્યું છે. જોકે દર વર્ષે સિહોરની રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ રીતે પસાર થાય છે. જેમાં મુસ્લિમ આગેવાનો પણ રથયાત્રાનું સ્વાગત કરતા હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના દર્શન થાય છે. માટે આ વર્ષે પણ રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય એ માટે આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વાહન ચેકીંગ પણ પોલીસ દ્વારા હાથ ધરાયુ હતું

error: Content is protected !!