Sihor
પોલીસ પ્રજાની મિત્ર ; સિહોર પીઆઇ એચ જી ભરવાડે અનુસૂચિત વિસ્તારોમા બેઠક કરી લોકોની મુશ્કેલી જાણી

પવાર
વિધાનસભા ચૂંટણી અનુલક્ષી પોલીસ દ્વારા વોર્ડ વિસ્તારોમાં બેઠક ; વોર્ડ 9 એકતા સોસાયટી સહિત વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળી ઉકેલની ખાતરી આપી
સિહોરના એકતા સોસાયટી રામદેવનગર તેમજ આસપાસના વિસ્તારોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વિવિઘ મુદ્દાઓ બાબતે ચર્ચા વિચારણા કરવા અને પોલીસ દ્વારા શું મદદ લઇ શકાય તે બાબતે સિહોર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી.
ભરવાડના માર્ગદર્શન સાથે સ્ટાફના ડી.કે.ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા, કિરીટભાઇ સોરઠીયા, અશોકસિંહ ગોહિલ દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં સામાજીક કાર્યકર બેચરભાઈ ગોહિલ, બાબુભાઈ ચૌહાણ, જગદીશભાઈ નમસા, કેશુભાઇ સોલંકી (પત્રકાર), પરેશભાઈ બાજક, તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારનાં તમામ લોકોએ કરેલી રજુઆત પોલીસે ધ્યાનથી સાંભળી જરૂર પડશે તો તાત્કાલિક નિરાકરણ લાવવાની કોશિષ કરશું. ઉપસ્થિત મહિલાઓને પણ પોલીસ અધિકારી અને સ્ટાફ પૂછ્યું કે તમારે પણ પ્રશ્ન હોય તો કોઈ પણ બાબતથી ગભરાયા વિના કહી શકશો. આમ એક જવાબદાર અઘિકારી તરીકેની પોતાની જવાબદારી નિભાવવા ખાત્રી આપી હતી. રહીશોની લાગણીને વાંચા આપી યોગ્ય નિકાલ કરી તમામ રજૂઆતો ધ્યાનમાં લઈ ઉકેલવા ખાત્રી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતને સાર્થક કરી હતી.