Gujarat
વૃક્ષો વાવજો, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેજો : મિલન કુવાડિયા
બરફવાળા
વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતા શ્રી કુવાડિયા
શંખનાદ સમાચાર સંસ્થાના એમડી અને લોકનેતા તરીકે જાણીતા મિલન કુવાડિયાએ શહેરીજનોને આજે તા.પ જૂન- વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ છે કે જન માણસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી થાય તે હેતુથી વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી થકી પ્રકૃતિની રક્ષા થાય છે. પર્યાવરણની જાળવણી થકી ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુઘ્ધ હવા, પ્રલકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, પ્રાકૃતિક તત્વોની જાળવણી અને રોજગારીની ઉપલબ્ધિ કરી શકાય છે. ત્યારે પ્રત્યેક વ્યકિત તેના ઘર પાસે વૃક્ષો ઉગાડી પર્યાવરણની જાળવણી કરે એ જ આજના દિવસનો સંકલ્પ કરે તેમ અંતમાં વિશ્વ પર્યાવરણ દિનની શુભેચ્છા પાઠવતા કુવાડિયાએ જણાવ્યું હતું
જંજાળ સમજી હરિયાળા સિહોરને બનાવાય છે ‘ બુઠ્ઠુ’
પર્યાવરણ દિવસ અગાઉ વૃક્ષોનું આડેધડ છેદન થાય છે અને પર્યાવરણ દિવસે વૃક્ષો વાવી ફોટા પડાવાય છેઃ જૂના વૃક્ષોને કપાતા અટકાવવા અને નવા વૃક્ષોને વાવવા જરૂરીઃ છોડ વાવ્યા બાદ તેનું જતન પણ ખૂબ જ જરૂરી
છેલ્લાં કેટલાંક વર્ષથી સિહોર સાથે જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં યલ્લો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. અસહ્ય અગનવર્ષાનાં કારણે બપોરે ૧૨થી ૫ વાગ્યા સુધી દ્યર-ઓફીસની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. હવે તો શહેરમાં ઉનાળા દિવસો સિવાય પણ અસહ્ય તાપ-તડકો અને ગરમી અનુભવાઈ રહી છે. સૂર્ય કિરણોની સીધી અસર વધી રહી છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાતાવરણ પ્રદૂષિત બન્યું છે પરિણામે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. આ બધાનું કારણ છે આડેધડ વૃક્ષોનું છેદન. વૃક્ષોની કત્લેઆમ કરવાનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. જો નવા વૃક્ષો નહીં વાવીએ, જો જૂના વૃક્ષો નહીં બચાવીએ તો આપણું બચવું-જીવવું મુશ્કેલ થઈ પડશે. આજે એટલે કે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા રાખવા-કરવા, પ્રાણી અને અન્ય વન્ય સૃષ્ટિ વિરુદ્ધના ગુના સામે અવાજ ઉઠાવવાની જાગૃતતા ફેલાવવા કરવામાં આવે છે. જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુસર ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. આ દિવસે થતી તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે પર્યાવરણ અને પૃથ્વીનું જતન. આ માટે લોકોનો સાથ જરૂરી છે. હાલના દશકામાં વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ થતા અને ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ થતા પર્યાવરણીય સમસ્યાઓ વધી છે જેમકે – ગ્લોબલ વોર્મિંગ, વિવિધ પ્રદૂષણ, ઋતુચક્રમાં અવરોધ-બદલાવ વગેરે વગેરે જે જીવજગત માટે પડકાર છે.
– મિલન કુવાડિયા