Bhavnagar
ફૂલ બને અંગારે : ભક્તિ કરવી પણ મોંઘી થઈ…ફૂલોના ભાવમાં કમરતોડ ભાવવધારો થતાં ભક્તો મૂંઝાયા…
પવાર
કમોસમી વરસાદમાં ફૂલોનો પાક નિષ્ફળ જતાં ભાવ રોકેટગતિએ વધ્યા : ગલગોટાના ભાવમાં ૧૦૦ ટકાનો વધારો થયો – ચૈત્રી નવરાત્રિમાં કૂલોની માગ વધી પણ સામે ઉત્પાદન ઘટતાં ભાવમાં તીવ્ર વધારો
કમોસમી વરસાદે ખેડૂતોના ખેતી પાકને મોટો ફટકો પહોંચાડ્યો છે તેમાંથી કૂલોની ખેતી કરનારા ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. એક તરફ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે કૂલોની માગ વધી છે તો ઉત્પાદન ઓછું થવાના કારણે ભાવમાં કડાકો થયો છે. સામાન્ય વિસોમાં નજીવા ભાવે મળતા ફૂલો હવે અંગારા બની ચૂક્યા છે અને તીવ્ર ભાવવધારો થયો છે. ભક્તિ કરવી પણ ભક્તોને મોંઘી પડી રહી છે અને ફૂલોની સુવાસ પણ મોંઘી પડી રહી છે. હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કૂલોના વધેલા ભાવ ભક્તોના શ્વાસ અધ્ધર કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય ભાવમાં મળતા તમામ સ્કૂલોના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
ફૂલ બજારમાં હાલ ભાવમાં તેજી જેાવા મળી રહી છે અને ક્યાંક વેપારીઓ પણ સંગ્રહખોરી કરીને તગડી કમાણી કરવાનું પણ ચૂકતા નથી. જો કે આ બધાની વચ્ચે ભક્તોની હાલત કફોડી બની રહી છે. હાલ બજારમાં ગલગોટા અને ગુલાબના ફૂલનું વેચાણ વધુ થઈ રહ્યું છે..