Connect with us

Bhavnagar

જીતવા માટે ગુજરાતને બદનામ કરતાં-ગેરમાર્ગે દોરનારાને લોકોએ પાઠ ભણાવ્યો : ધવલ દવે

Published

on

People taught a lesson to those who misled Gujarat by defaming it to win: Dhawal Dave

કુવાડિયા

  • લેખિતમાં આપેલી ગેરંટીનું કશું જ ન આવ્યું : ઘરમાં મહેમાન જમવા આવે તો તેને જમવાનું આપવું એ ગુજરાતની પરંપરા છે ; જો કે કોઈ મહેમાનને પોતાનું ઘર ન આપી દે તે વાત સૌએ સમજી લેવી જોઈએ ; ધવલ દવે

ગુજરાતમાં મળેલા જ્વલંત વિજય બાદ ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોની ખુશીનું કોઈ જ ઠેકાણું રહ્યું નથી. ગુજરાતની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને વધાવી લીધો છે ત્યારે નેતાઓ અને કાર્યકરો પણ ગેલમાં આવી ગયા છે. દરમિયાન ધવલ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતને બદનામ કરતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું જ કામ કરનારા લોકોને બરાબરનો સબક મળી ગયો છે. આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર દવેએ કહ્યું કે ઘણા લોકો લેખિતમાં ગેરંટી લઈને ગુજરાતમાં ઉતરી પડ્યા હતા પરંતુ અત્યારે તેમના કોઈ જ ઠેકાણા રહ્યા નથી. વધુમાં જણાવ્યું કે જીતવા માટે ગુજરાતને બદનામ કરવા ઉતરી પડેલા લોકોને ગુજરાતીઓએ ઉતારી પાડ્યા છે. આજે આવા તમામ લોકોને જડબાતોડ જવાબ મળી રહ્યો છે અને આ જવાબ કોઈ એક જગ્યાએથી નહીં બલ્કે ગુજરાતના ખૂણે ખૂણેથી મળ્યો છે.

અત્યારે ગુજરાતના દરેક ખૂણે મોદી-મોદીના નારા લાગી રહ્યા છે એટલા માટે એમ કહેવામાં કોઈ જ વાંધો નથી કે ગુજરાતમાં વિકાસ સિવાય કોઈ જ મુદ્દો કામ કરતો નથી.ઘણા લોકો ચૂંટણી સમયે નકારાત્મક્ વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નથી અને અત્યંત શરમજનક કહી શકાય તેવો પરાજય મળ્યો છે. ચૂંટણી વેળાએ દરરોજ ટીવી ઉપર ચેનલોમાં આ મફત આપશું, પેલું મફત આપશું તેવી વાતો કરવામાં આવી હતી જે અત્યારે હવામાં ઓગળી જવા પામી છે. દવેએ એવો ટોણો માર્યો કે ઘરમાં મહેમાન આવે એટલે તેને મનભાવતું ભોજન પીરસવાની ગુજરાતની પરંપરા અને તાસીર છે પરંતુ ગુજરાતની કોઈ વ્યક્તિ ઘેર જમવા આવેલા મહેમાનને પોતાનું ઘર ન આપી દે તે વાત બહારના લોકો ગુજરાતમાં આવીને ભૂલી ગયા છે. આ વાત તેમણે હંમેશા યાદ રાખવી જ પડશે નહીંતર આ પ્રકારના ઝટકા એમને વારંવાર લાગ્યા જ રાખશે. ગુજરાતની જનતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને કેટલો પ્રેમ કરે છે તે આજના પરિણામ ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!