Connect with us

Bhavnagar

પઠાણ ફિલ્મ વિવાદ : સિહોર ખાતે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ ; મૂવી ન દર્શાવવા માંગ

Published

on

pathan-film-controversy-pathan-film-protested-by-district-vishwa-hindu-parishad-bajrang-dal-at-sihore-request-not-to-show-the-movie

નિલેશ આહીર

સમગ્ર રાજ્યમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ; સિહોર અને જિલ્લાનાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં બહુચર્ચિત પઠાણ ફિલ્મને લઇને ભારે વિરોધ થઈ રહ્યો છે. આગામી માસમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે જિલ્લામાં પણ હિન્દૂ સંગઠનોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. સિહોર ખાતે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પઠાણ ફિલ્મનો એમ.પી. સહિતના રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં પણ આ ફિલ્મ દર્શાવવામાં ન આવે તેવી હિન્દૂ સંગઠન માંગ કરી રહ્યું છે. સાથે-સાથે જિલ્લામાં પણ કોઈપણ થિયેટર માલિકોને મૂવી ન ચલાવવા અપીલ કરી છે. જો થીયેટરોમાં આ પઠાણ મૂવી ચાલશે તો હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી છે.

error: Content is protected !!