Sihor
સોમનાથથી શરૂ થયેલી પરિવર્તન યાત્રા સિહોર પહોંચતા ભવ્ય સ્વાગત : કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
પવાર
- રાજપરા થી રેલી યોજાઈ, સિહોરના વડલા ચોકે ભવ્ય સ્વાગત સન્માન, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠૂંમરે સરકાર સામે આકરા પ્રહારો કર્યા
ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા સોમનાથથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે જે યાત્રા આજે સિહોરમાં પ્રવેશી હતી. ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ યાત્રા પહોંચતા રાજપરા ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રચાર શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમનાથથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી છે, જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ફરી રહી છે. ત્યારે આ યાત્રામાં કેન્દ્રીય કોંગ્રેસ અગ્રણી મુકુલ વાસનીક, જેનીબેન ઠૂંમર સહિત દિગ્ગજો જોડાયા હતા.
સિહોર ખાતે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનીબેન ઠૂંમરે આ બાબતે જણાવાયું કે ભારત દેશને કોંગ્રેસે આઝાદી આપવી ત્યારથી લઈને અત્યાર સુધી જ્યા સુધી સત્તામાં રહી અઢળક પ્રજા લક્ષી યોજનાઓ અને વિકાસના કામો આપ્યા છે. આજે કોંગ્રેસનું કામ બોલે છે. એવી નક્કર યોજનાઓ બનાવી છે કે ભાજપની સરકારો પણ હટાવી ના સકી કેમકે તે સીધી જનતાને લાભ અપાવતી હોય છે. અને ભાજપનું જ્યારથી શાસન આવ્યું બસ ભૂખ ભય અને ભ્રસ્ટાચાર વધી ગયો છે રાહુલજીએ જે 8 વચનો આપ્યા છે તેમાં કોંગ્રેસ મક્કમ છે
આવર્ષે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે છે અને સરકાર બનાવતા ની સાથે જ જૂની પેન્શન યોજના આપીશું, ગ્રેડ પે જે કર્મચારીઓ ને બાકી છે તે આપીશું, રાંધણગેસ 1000 રૂપિયા પર કરી ગયો છે તેના 500 કરી દઈશું વીજળી મફત આપીશું, શિક્ષણ મફત કરીશું એટલુંજ નહિ બેરોજગારી દૂર થશે,નવી નોકરી ઓની તક મળશે, કોન્ટ્રાક પધ્ધતિ ખતમ થશે આવી છે અમારી કામગીરી કરવાની પધ્ધતિ કોંગ્રેસનું કામ બોલે છે જનતા જાણી ગઈ છે કે કોઈ ઉદ્યોગપતિઓ સાથે નહિ પણ આમ જનતાની પડખે રહે એ કોંગ્રેસ છે. એટલે રાજ્યમાં પરિવર્તન જનતા ચોક્કસ લાવશે.