Gujarat
સમગ્ર નર્મદા પરિક્રમા નું ફળ આપતી નર્મદાની ઉતરવાહીની પરિક્રમા – ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે નર્મદા ના કાંઠે
બ્રિજેશ
- સિહોરથી પણ ભવિકભક્તો પહોંચ્યા ઉતરવાહીની નર્મદા પરિક્રમા માટે…
દર વર્ષે ચૈત્ર મહિનામાં નર્મદા મૈયાની પંચકોષી પરિક્રમા જે ઉતરવાહીની પરિક્રમા તરીકે પણ જાણીતી છે. આ પરિક્રમા કરવાથી સમગ્ર નર્મદા પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. રામપુરા ગામ થી શરૂ કરીને માંગરોળ પાસેથી નર્મદા મૈયા બોટ દ્વારા પસાર કરીને રેંગણ ગામ પાસે કીડી મકોડી ઘાટ પાસે બોટમાં બેસીને ફરી રામપુરા પહોંચીને પંદર કિલોમીટરની પરિક્રમા પૂરી થાય છે.ભાવનગર થી રમેશભાઈ અંધારીયા અને અરવિંદભાઈ જોશી દ્વારા પોતાના મિત્રોના ગ્રુપના લઈ આ પરિક્રમાએ જઈ આવ્યા હતા.
સાથે જ સ્વામિનારાયણ મંદિર પોઇચા પણ દર્શન માટે ગયેલ ત્યાંથી કુબેર ભંડારી દર્શન તેમ જ ભરૂચના નર્મદા કાંઠે આવેલ નીલકંઠ વરણી પ્રદર્શન જોઈને રાત્રી રોકાણ માટે યોગાનંદ આશ્રમ રામપુરા ખાતે પહોંચી ગયેલ. ત્યાંના દંડી સ્વામી દ્વારા આ પરિક્રમા અંગે વધુ માર્ગદર્શન અને માહીતી પૂરું પાડીને વધારે જાણીતી કરેલ હતી. શનિ રવિ ને લીધે પરિક્રમા વાસીઓની ખૂબ જ ભીડ હતી અંદાજે એકાદ લાખ લોકો આ પરિક્રમા માટે ઉમટી પડેલ. જે પરિક્રમા વાસી ૪ થી ૬ મહિનામાં ૩૪૦૦ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ નથી કરી શકતા તેને આ ચૈત્ર મહિનામાં જ થતી ઉતરવાહીની પરિક્રમાથી પૂર્ણ પરિક્રમાં જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ કહેવાય છે.