Sihor
આક્રોશ ; સિહોર પંથકના PM કિસાન યોજનાનો હપ્તો નહીં મળતાં રોષ, ખેડૂતો થાક્યા
દેવરાજ
- કયાં કારણોસર હપતો ન મળ્યો તે અંગે ઓનલાઈન કોઈ જાણકારી મળતી નથી, 300 થી 400 ખેડૂતો પરેશાન, કચેરીઓમાં ધક્કા ખાય ખાયને ખેડૂતો થાક્યા
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 12 13 અને 14 મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો પરંતુ સિહોર પંથકના અસંખ્ય કિસાનોને હપ્તો જમા નહીં મળતાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. ક્યાં કારણોસર હપ્તો ન મળ્યો તે અંગે ઓનલાઈન કોઈ જાણકારી મળતી નથી. આ અંગે કોઈ કારણ ઓનલાઈન દર્શાવતું નથી.
જેથી કિસાનો લાચાર બન્યા છે. અને લાગતા વળગતા તંત્રના અધિકારી ખેડૂતોને જવાબ નહીં આપતા હોવાથી રોષની લાગણી જન્મી છે, વળાવડ મોટાસુરકા ગામના એક જાગૃત ખેડૂતનો આરોપ છે કે સિહોર સીટીમાં જમીન ધરવતા ૩૦૦ થી ૪૦૦ ખેડૂતો ના ખાતાં પી.એમ.કિસાન યોજના ૧૨ ૧૩ અને ૧૪ મો હપ્તો જમા થયો નથી ખેડૂતો છેલ્લા એક વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ છે જેનું સોલ્યુશન આવતું નથી જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે.