Sihor
બુધવારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને કનૈયા કુમાર સિહોરમાં : સભાને સંબોધશે
મિલન કુવાડિયા
કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહના પ્રચારને વેગ આપવા બે દિગગજો બુધવારે સિહોરમાં, શહેરના ટાઉનહોલ ખાતે ભવ્ય સભાનું આયોજન
ગુજરાતના મતદારો પાસે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની તક આવી છે ત્યારે કોંગ્રેસે ભાજપના ૨૭ વર્ષના કુશાસનની વાસ્તવિકતા પ્રજા સમક્ષ મૂકી છે. ભાજપના અણઘણ વહીવટને કારણે ગુજરાતના હાલ બેહાલ થયા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહના પ્રચારને વેગ આપવા બે દિગગજો સિહોર શહેર ખાતે બુધવારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને યુવા નેતા કનૈયા કુમાર આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ કમરકસી છે. આ કડીમાં ગુજરાત કોંગ્રેસના પ્રચારને વધુ વેગ આપલા રાષ્ટ્રીય નેતાઓ પણ ધીમે ધીમે ગુજરાત આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ૨૩ નવેમ્બરના રોજ બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ અને કનૈયાકુમાર સિહોરના ટાઉનહોલ ખાતે સભાને સંબોધશે આપને જણાવી દઈએ કે કનૈયા કુમાર જેએનયુના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કોગ્રેસ જોઇન કરી હતી. શક્તિસિંહ ગોહિલ અને કનૈયા કુમાર બન્ને નેતાઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવા મળી રહ્યા છે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે બન્ને દિગગજો સિહોર આવતા હોવાનું સમર્થન આપીને કહ્યું હતું કે ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલો મેડીકલ કોલેજો કોંગ્રેસ શાસનમાં બની જ્યારે ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના મેડીકલ કોલેજ બનાવાયા નથી. આરોગ્ય અને શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું છે શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસલામતી, મોંઘવારી, બેરોજગારી એ ભાજપના ૨૭ વર્ષના કુશાસનની સિધ્ધી છે. ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, મળતિયા મૂડીપતિઓને પ્રોત્સાહન જેવી વાસ્તવિકતાને પ્રજાએ ઓળખી લેવાની જરૂર છે.