Bhavnagar
ભાવનગર શહેરમાંથી ૧૧ વી શરીફ નીમીત્તે શાનદાર ઝુલુસ નીકળ્યુ
બરફવાળા
આદિવાસી મતદારો અંકે કરવા માટે કઈ પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો : ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, કોંગ્રેસ ૧૨૫ બેઠકો જીતવાના સપના જોઈ રહી છે પણ ડેમેજ કંટ્રોલ કરી શકવામાં નાકામિયાબ , હજુ મોટા ગાબડા પડે તેવી ભીતિ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આયારામ ગયારામનો સિલસિલો પણ શરૂ થઈ ચૂક્યો છે કોઇ ભાજપમાંથી કોંગ્રેસમાં જાય છે તો કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે તો કોઇ આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ પકડી રહ્યા છે ગુજરાતમાં ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસ ૨૭ વર્ષથી રાજ્યમાં રાજકીય વનવાસ ભોગવી રહી છે અને ૨૦૨૨ ના ચૂંટણી જંગમાં મોટો ચમત્કાર થાય તેની આશા રાખી રહી છે પણ એક પછી એક મોટા ગાબડા પડી રહ્યા છે
હવે કોંગ્રેસમાં એક મોટું ગાબડું પડ્યું છે જેની ખોટ કોંગ્રેસ માટે પૂરાય તેમ નથી છોટા ઉદેપુરના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય કે જેઓ ૧૦ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને છેલ્લા પચાસ વર્ષથી કોંગ્રેસ સાથે જાડાયેલા હતા તેમણે આજે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે ગુજરાતમાં કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક મજબૂત નેતાઓ પાર્ટીને બાય બાય કરી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કેસરિયો કર્યો છે અને તેની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં આજે વધુ એક મોટો ધડાકો થયો છે .
છોટા ઉદેપુરના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે મોહનસિંહ રાઠવા કોંગ્રેસના મોસ્ટ સિનિયર નેતા ગણાય છે અને ૧૧ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે અને જેમાં ૧૦ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે . મોહનસિંહ રાઠવા હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ છોટા ઉદેપુરથી તેમણે તેમના પૂત્રને ટિકીટ આપી શકે છે આદિવાસી મતો અંકે કરવા માટે ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને કોંગ્રેસ અહીંયા ઊંઘતી ઝડપાઇ છે