Connect with us

Bhavnagar

‘EVM હટાવ’ આંદોલનમાં જનતા અને સામાજિક સંસ્થાને જોડાવા રાષ્ટ્રીય મૂળ નિવાસી પરિષદના હોદ્દેદારોનું આહ્વાન

Published

on

officials-of-the-national-native-resident-council-call-upon-the-public-and-social-organizations-to-join-the-movement-to-remove-evms

દેવરાજ

  • EVM સામે અંતે રણશિંગૂ ફૂંકાયું

રાજયમાં ગત તા.૧/૧૧ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાયેલી તેમાં પરિણામ લોકોની આશાઓથી વિપરીત આવેલ તેના અનુસંધાને રાષ્ટ્રહિત રક્ષક પરિષદ દ્વારા આગામી તા.૧/૧/૨૦૨૩ને રવિવારે સ્થળ રામદેવ પીર ટેકરી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જુના વાડજ અમદાવાદ ખાતે ઈવીએમ હટાવ બેલેટ પેપર લાવો. લોકશાહી માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજ્યભરની સામાજિક સંસ્થાઓ તથા જાહેર જનતાને બહોળી સંખ્યામાં જોડાવા માટે રાષ્ટ્રીય મુળ નિવાસી પરિષદ દ્વારા અપીલ કરાઈ છે. ૨૦૨૦માં કોરોના વાઈરસની સામે સરકારની નિષ્ફળતાઓ અને પેટ્રોલ ડીઝલ ગેસના બાટલા લાઈટબીલ તેલના ડબ્બો જેવી અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓ પર બે-લગામ ભાવ વધારો હોવા છતાં પણ ગુજરાત રાજયમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જનાદેશ નહીં પણ ઈવીએમનું જાદુ હોય એવું દર્શાઇ રહ્યું છે. ગુજરાતની જનતા ૨૦૨૨ના ચૂંટણી પરિણામથી આશ્ચર્યચકિત છે. તેવું મૂળ નિવાસી પરિષદના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

Continue Reading
Advertisement
error: Content is protected !!