Connect with us

Bhavnagar

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને પ્રવેશ માટેના સ્થળ તેમજ પ્રતિબંધિત રસ્તાઓ જાહેર કરાયાં

Published

on

Entry points and restricted roads were announced for the Prime Minister's programme

ભારતના વડાપ્રધાનશ્રી આવતીકાલે ભાવનગર શહેર જવાહર મેદાન ખાતેના કાર્યક્રમ પધારનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાં ભાવનગર શહેર તથા જિલ્લામાં થી તેમજ બોટાદ તથા અમરેલી જિલ્લામાંથી એસ.ટી.બસ/ખાનગી બસ તેમજ ફોર વ્હીલ ટુ વ્હીલર દ્વારા લોકો આ કાર્યક્રમમાં આવનાર છે.

જેથી ભાવનગર જવાહર મેદાન આસપાસના રસ્તાઓ પર વાહન પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લામાંથી આવનાર એસ.ટી.બસ/ખાનગી બસ તેમજ ફોર વ્હીલ ટુ વ્હીલર દ્વારા મોટી સંખ્યામાં જનમેદની આવનાર છે જે સભા સ્થળમાં પ્રવેશ સારૂ નીચે મુજબના ગેઇટ પરથી સભા સ્થળમાં પ્રવેશવા માટેનું સ્થળ…

(૧) રિલાયન્સ સુપર મોલ આગળના ગેઇટ નં.૨ (વીવીઆઇપી/વીઆઇપી) એન્ટ્રી,
(૨) પરીમલ ચોક વાધાવાડી રોડ શીવાલીક કોમ્પલેક્ષા સામે ગેઇટ નં.૩ (જનરલ)એન્ટ્રી,
(૩) રિલાયન્સ પેટ્રોલપંપ સહકારી હાટ પાસે ગેઇટ નં.૪ (જનરલ) એન્ટ્રી,
(૪) તખ્તેશ્ર્વર પ્લોટ ગેઇટ પોલીસ ચોકી સામે ગેઇટ નં.૫(જનરલ)એન્ટ્રી
(૫) ગુરૂદ્વારા થી રબ્બર ફેકટરી જવાના રસ્તે ગેઇટ નં.૬ (જનરલ)એન્ટ્રી
(૬)રબ્બર ફેકટરી સર્કલ પાસે ગેઇટ નં.૭ (જનરલ) એન્ટ્રી

Entry points and restricted roads were announced for the Prime Minister's programme

જવાહર મેદાન સભાસ્થળ જવા/આવવા સારૂ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવનગરનાઓના જાહેરનામા અન્વયે નીચે મુજબના રૂટ પરથી વાહનો લાવવા/લઇ જવા પર પ્રતિબંધિત ફરમાવામાં આવેલ છે.

Advertisement

(૧) ઘોઘા સર્કલ – મેઘાણી સર્કલ – રબ્બર ફેકટરી સર્કલ – રાધા મંદિર – પ્લોટ ગેટ પોલીસ ચોકી –આતાભાઇ ચોક-રૂપાણી સર્કલ –ઘોઘા સર્કલ – રીલાયન્સ મોલ (આતાભાઇ રોડ) થી ગોળી બાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો સુધી-રુપાણી સર્કલ થી ગોળીબાર મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલ થી ગોળીબાર હનુમાનજી મંદિર તરત જતો રસ્તા.
(૨) મહિલા સર્કલ –ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા
(૩) આતાભાઇ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધી તમામ રસ્તા.
(૪) પ્લોટ ગેટ પોલીસ ચોકી – પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીબીડ પાણી ટાંકી સુધી તમામ રસ્તા.

આ જાહેરનામાંનો અમલ કરવાં માટે પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!