Connect with us

Bhavnagar

હવે ચૂંટણીનો માહોલ જામશે – ભાવનગર જિલ્લાની તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ આપના ઉમેદવારો અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમટી પડ્યા

Published

on

Now the election season will be set - BJP Congress AAP candidates flocked to fill the forms on the last day in all the seats of Bhavnagar district.

મિલન કુવાડિયા

ભાજપમાંથી પરસોત્તમભાઈ સોલંકી, સેજલ પંડયા, ભીખાભાઇ બારૈયા, ગૌતમ ચૌહાણ, કોંગ્રેસમાંથી કે.કે. ગોહિલ, બળદેવ સોલંકી, રેવતસિંહ ગોહિલ, કનુભાઈ બારૈયા, પ્રવીણ રાઠોડ આપમાંથી રાજુ સોલંકી સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ-આપ સહિત પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહ્યો હતો અને આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાના ટેકેદારોને સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતાં.

આ સમયે કલેક્ટર કચેરી, કોર્પોરેશન તેમજ જિલ્લા પંચાયત અને મામલતદાર કચેરીએ મેળા જેવો માહોલ જામ્યો હતો ૧ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાવનગર પૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યાએ તેમજ પશ્ચિમ બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઇ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. તે પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો અને આગેવાનો એકઠા થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.

આ સમયે વર્તમાન શિક્ષણમંત્રી અને પશ્ચિમના ઉમેદવાર જીતુભાઇ વાઘાણી ઉપરાંત ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને વિવિધ પાંખના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતાં સાથે, ભીખાભાઇ બારૈયા, ગૌતમ ચૌહાણ, પણ ઉમેદવારી નોંધાવી હતી આ ઉપરાંત ભાવનગર પશ્ચિમ બેઠકમાંથી કોંગ્રેસ પક્ષ તરફથી કે.કે. ગોહિલે પોતાના વિશાળ ટેકેદારોને સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ પૂર્વે તેમણે નિર્મળનગર ખાતે જાહેર સભા પણ યોજી હતી. જ્યારે પૂર્વ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકી તેમજ ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ સહિતે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં.સાથે કનુભાઈ બારૈયા, પ્રવીણ રાઠોડ પણ ફોર્મ ભર્યા હતા ભાવનગર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ પણ વિશાળ સરઘસ સાથે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે પૂર્વ બેઠક પર બસપાના કિશોરસિંહ ગોહિલ તેમજ વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીમાંથી ધરમશી ધાપાએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. જ્યારે ભાવનગર પૂર્વ બેઠક પરથી સીપીએમના ઉમેદવાર તરીકે અરૂણ મહેતાએ અને પશ્ચિમના ઉમેદવાર તરીકે મનહર રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં તે પૂર્વે તેઓએ ઘોઘાગેટ ચોક ખાતે ભગતસિંહને વંદના કરી ઢોલ-નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. રાજકીય પક્ષો ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારોએ પણ આજે અંતિમ દિવસે વિવિધ બેઠકો ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે ભરાયેલ ઉમેદવાર પત્રની આવતીકાલે ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તા.૧૬ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને તા.૧૭ના રોજ તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Advertisement
error: Content is protected !!