Connect with us

Bhavnagar

ન ધુમ્‍મસ… ન ધ્રુજારી… ન હીમપાત… ન કાતિલ ઠંડી.. આવું કેમ ?

Published

on

No fog... no shaking... no snowfall... no killer cold.. Why is this happening?

દેવરાજ

  • ડીસેમ્‍બર અડધો પુરો પણ શિયાળો જામતો નથી : અત્‍યાર સુધીમાં બે હીમપાત થઇ જવા જોઇતા હતા પણ હિમાચલના અનેક શિખરો ઉપર હજુ બરફ નથી પડયોઃ શું કહે છે નિષ્‍ણાતો ?

ડિસેમ્‍બર આવી ગયો, પણ કાતિલ ઠંડી આવી નથી. વર્ષના છેલ્લા મહિનાને બે અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ માત્ર ઠંડી જ નહીં, ધુમ્‍મસ પણ દૂર થઈ ગયું છે. એવું કહેવામાં આવે છે, આ ઉત્તર પશ્‍ચિમ ભારતના મોટાભાગના વિસ્‍તારોમાં આવુ છે. હવે પ્રશ્‍ન એ છે કે આવું કેમ? ૨૦૨૨માં જ્‍યારે વરસાદ અને ગરમીએ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્‍યો ત્‍યારે ઠંડી સંતાકુકડી કીકી કેમ રમી રહી છે. ડિસેમ્‍બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે, પરંતુ અત્‍યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી, જે આ મહિનામાં થવો જોઇતો હતો. હવામાનશાષાીઓએ પણ આ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની ગેરહાજરીને કારણે ડિસેમ્‍બરમાં અત્‍યાર સુધી હિમાલયના ઉપરના અને નીચલા ભાગોમાં નહિવત હિમવર્ષા થઈ છે. તેની અસર એ થઈ છે કે અડધો ડિસેમ્‍બર વીતી ગયો હોવા છતાં મેદાની વિસ્‍તારોમાં ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે.

હવામાનશાષાીઓ કહે છે કે અત્‍યાર સુધીમાં ઓછામાં ઓછી એકથી બે મધ્‍યમ હિમવર્ષા થઈ હોવી જોઈએ, પરંતુ હિમાલયના ઘણા શિખરો પર હજુ સુધી બરફ પડ્‍યો નથી. વૈજ્ઞાનિકોના મતે, સામાન્‍ય રીતે ઉત્તરપશ્‍ચિમ ભારતમાં નવેમ્‍બરમાં બેથી ત્રણ મધ્‍યમથી મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને ડિસેમ્‍બરમાં પણ બેથી ત્રણ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ જોવા મળે છે. જો કે, આ વર્ષે ૧૦ નવેમ્‍બર પછી કંઈ જોવા મળ્‍યું નથી, જેના કારણે ડિસેમ્‍બરના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

Continue Reading
Advertisement
error: Content is protected !!