Bhavnagar
મારી માટી, મારો દેશ : માટીને નમન, વીરોને વંદન
પવાર
સ્વતંત્રતા સેનાની મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના પુત્ર શ્રી રામચંદ્રભાઈ સરકારના સન્માનથી અભિભૂત થયા
સ્વતંત્રતા સેનાની તરીકેના મનુભાઈ પંચોળીની બાળપણની યાદો વાગોળી, આઝાદીના ૭૫ વર્ષ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા એ ગૌરવ અને સમાજ ધડતરની નિશાની છે : શ્રી રામચંદ્રભાઈ પંચોળી
ભાવનગર જિલ્લાના દરેક ગામોમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો આજે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવામાં આવેલા શીલાફલકમનું ઉદઘાટન કરી અભિયાનની શરુઆત કરાવવામાં આવી છે. ત્યારે સિહોરના સણોસરા ખાતે આવેલ કન્યા શાળામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ ને શીલા ફલકમ બનાવીને તેમના પરિવારજનોને સન્માનવામાં આવ્યા હતા. આ તકે મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના પુત્ર શ્રી રામચંદ્રભાઈ એ સ્વતંત્રતા સેનાની તરીકેના મનુભાઈ પંચોળીની બાળપણની યાદો વાગોળી હતી.
મનુભાઈ પંચોળીએ પોતાના જેલવાસ દરમ્યાન કરેલી સાહસ અંગેની વાતો પણ જણાવી હતી. વધુમાં જણાવ્યું કે મનુભાઈ પંચોળી હંમેશા કહેતા કે “અન્યાય તો સહન નહીં જ કરું” આ ઉપરાંત તેઓએ સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા એ ગૌરવ અને સમાજ ધડતરની નિશાની છે એવું કહીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.