Connect with us

Bhavnagar

જીતુ વાઘાણીની જીતમાં જ મારી ઇજ્જત સમાયેલી છે ; પરશોતમ સોલંકી

Published

on

my-honor-lies-in-jitu-vaghanis-victory-parshotam-solanki

કુવાડિયા

પશ્ચિમના ચૂંટણી જંગમાં પરસોત્તમભાઇએ જંગી જાહેર સભા સંબોધી હતી તેમણે : કહ્યું, જીતુ વાઘાણી મારો નાનો ભાઇ, તેને જીતાડજાે : ભાઇ’ ભાવુક થયા અને કહ્યું જીતુ વાઘાણીની જીતમાં જ મારી ઇજ્જત સમાયેલી છે, ભાજપને મતદાન કરી મારી જાેળીમાં કમળનું દાન આપજો

ભાવનગર પશ્ચિમ મત વિધાનસભામાં ભાજપમાંથી કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ચૂંટણીના મેદાનમાં છે અને પ્રચાર-પ્રસાર પુરજાેશમાં ચાલી રહ્યો છે. કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમભાઇ સોલંકીએ આજે જીતુભાઇના સમર્થનમાં જંગી જાહેર સભા કરી તેમને જંગી બહુમતીથી જીતાડવા કોળી સમાજ અને અન્ય તમામ સમાજના મતદારોને લાગણીપૂર્વક અપીલ કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય વાઘાણીની લોકપ્રિયતા અને કાર્યપધ્ધતિ તથા કર્તવ્યનિષ્ઠાના પગલે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકીટ આપી ઉમેદવાર બનાવ્યા છે

my-honor-lies-in-jitu-vaghanis-victory-parshotam-solanki

અને ખુદ વડાપ્રધાન મોદી પણ જીતુભાઇની જીત નિશ્ચિત કરવા ત્રણ દિવસ પહેલા સભા કરી ચુક્યા છે ત્યારે કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય અપક્ષોની ઉમેદવારીથી મતનું ધ્રુવીકરણ કરવાના પ્રયોગને માત મળી છે તેમ કહેવામાં ખોટું નહીં ગણાય ! આ વિસ્તારમાં કોળી મતદારોની સંખ્યા પણ બહુમત છે અને જીતુભાઇની જીતમાં અન્ય સમાજની સાથે કોળી મતોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ત્યારે પરસોત્તમભાઇ સોલંકીએ આજે જીતુભાઇ વાઘાણીના સમર્થનમાં શહેરના દેસાઇનગર ખાતે જંગી જાહેર સભા કરી હતી અને જીતુભાઇને જંગી લીડથી જીતાડવા લાગણીસભર અપીલ કરી હતી.

my-honor-lies-in-jitu-vaghanis-victory-parshotam-solanki

કોળી સમાજ પ્રત્યે પરસોત્તમભાઇનું સમર્પણ અને વર્ચસ્વ જગજાહેર છે. ‘ભાઇ’નું વેણ આજ સુધી સમાજે ઉથાપ્યું નથી ત્યારે પરસોત્તમભાઇની આજની સભાથી પશ્ચિમ મત ક્ષેત્રમાં જીતુભાઇ અને ભાજપનો ગઢ વધુ મજબુત થઇ ગયાનું રાજકીય પંડીતોનું માનવું છે. કોળી સમાજના ભાજપના કમિટેડ વોટ તોડવા માટે અન્ય પક્ષના થઇ રહેલા પ્રયાસો પર પરસોત્તમભાઇની આજની સભાથી પૂર્ણવિરામ મુકાઇ ગયાનું રાજકીય પંડીતોનું ગણિત છે. પરસોત્તમભાઇએ આજની સભામાં જીતુભાઇ વાઘાણી અને ભાજપને જીતાડવા અપીલ કરતા જણાવ્યું હતું કે, જીતુ વાઘાણી મારો નાનો ભાઇ છે, તેની જીતમાં મારી ઇજ્જત સમાયેલી છે. ભાજપને મતદાન કરી મારી જાેળીમાં ‘કમળ’નું દાન આપજાે. ‘ભાઇ’એ વધુમાં લાગણીસભર રીતે જણાવ્યું હતું કે, જીતુભાઇને મત એટલે પરસોત્તમ સોલંકીને મત આપ્યાનું માની લેજો

Advertisement
error: Content is protected !!