Sihor
મુકેશભાઈ જાનીનું દુઃખદ અવસાન થતાં સિહોર નગરપાલિકામાં શોકસભા
પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ ચારના નગરસેવક મુકેશભાઈ જાનીનું અવસાન થતાં શોકની લાગણી વ્યાપી છે નગરપાલિકા કર્મચારીગણ દ્વારા શોકસભા પણ રાખવામાં આવી હતી અને બપોર પછી નગરપાલિકા કચેરી પણ બંધ પાળવામાં આવી હતી વોર્ડ ચારના કોંગ્રેસના નગરસેવક મુકેશભાઈ જાનીની અંતિમ વિદાઈને લઈને શિહોર શહેરની જાહેર જનતાએ પણ એક સાચા વ્યક્તિને ખોયો છે
તેવો ભાવ લોકોમાં દેખાઈ આવે છે, સિહોર નગરપાલિકાનું સ્ટાફ તેમજ નગરપાલિકાના સભ્ય તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચિફઓફિસર ચેરમેન વગેરે દ્વારા આજે મુકેશભાઈ જાનીનું દુઃખદ અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટ મૌન પાળીને સિહોર નગરપાલિકા ખાતે શોકસભા કરવામાં આવી હતી અને બપોર બાદ નગરપાલિકા પણ બંધ રાખવામાં આવી હતી