Sihor
સિહોર મેઇન બજાર બસ્ટેન્ડ ઢાળ પાસે મોટા ખાડાઓના કારણે પાણી ભરાય જવાથી વાહન ચાલકોને હેરાનગતિ સહન કરવી પડે છે
Pvar
સિહોરની મેઇન બજાર પ્રમાણમાં સાંકડી છે. અને સિહોર શહેરની એક માત્ર બજાર છે. જૂના સિહોર કે સિહોર ગામમાં જવા માટે આ એક માત્ર બજાર છે. આ બજારમાં થોડા મહિનાઓ પહેલા રોડ બન્યો હતો અને રોડ પૂર્ણ થયો ત્યાં જ ખાડાઓ પડયા અને જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઇ છે શહેરમાં મેઈન બજારમાં થોડા જ સમયમાં બે વખત આરસીસી રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હોવા છતા નબળી કામગીરી અને મિલીભગતમાં કારણે સિહોરી માતાના જવાના રસ્તે અને એસ. ટી. બસ સ્ટેન્ડ જવાના વળાંકમાં મોટા ખાડાઓ પડ્યા છે
અને એમાં ઓછું હોય તેમ પાણી પણ ભરાય છે જેથી અહીથી પસાર થતાં રાહદારીઓએ અને વાહન ચાલકો અવાર નવાર પડે છે. તંત્રનું ધ્યાન દોરવા છતા આંખ આડા કાન કરીને પસાર થઇ ધ્યાને લેવામાં આવતું નથી આ બાબતે કોને દોષ દેવો નગરપાલીકાના જવાબદારોને કે રોડ બનાવનારને આતો એવી પરિસ્થિતિ થઇ છે કે આ રોડમાં લોટ, પાણી ને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આમ જનતાનો શું વાંક એ વિચારવું જેવું છે