Connect with us

Gujarat

મોદી ઇઝ ધ કિંગ : ગુજરાતમાં લહેર નહિ પણ સુનામી

Published

on

Modi is the King: Not a wave but a tsunami in Gujarat

કુવાડિયા

  • ૬૨ વર્ષના ઇતિહાસમાં ભાજપનો તોતિંગ વિજય : ‘આપ’નો ઉદય : કોંગ્રેસના સુપડાસાફ : રાજ્‍યભરમાં ભાજપ તરફી પ્રચંડ મોજુ : સીએમ ભૂપેન્‍દ્રભાઇ તોતીંગ સરસાઇથી જીત્‍યા : ભાજપમાં જશ્‍નનો માહોલ : ‘આપ’ના ઇટાલીયા – ઇસુદાન – કથિરીયા હાર્યા : ભાવનગર સહિત અમદાવાદ – વડોદરા – સુરત – રાજકોટ મહાનગર ભગવા રંગે રંગાયુ

ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઇતીહાસ રચી દીધો છે. સમગ્ર રાજય ભગવા રંગે રંગાયુ હોય તેમ ચારેકોર ભાજપનો જયજયકાર થયો છે. વડાપ્રધાન મોદીની લહેર નહિ પણ સુનામી જોવા મળી હોય તેમ ભાજપ બમ્‍પર વિજય તરફ આગેકુચ કરી રહ્યો છે. ભાજપે તોતિંગ બહુમતી મેળવી લીધી છે અને રાજયમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે રાજયમાં કોંગ્રેસે કદી ન દર્શાવ્‍યુ હોય તેવું ખરાબ પ્રદર્શન કર્યુ છે. રાજયમાં ‘આપ’નો ઉદય થયો છે પણ તેના સરકાર રચવાના ઓરતા અધુરા રહી ગયા છે. ભાજપે ૬૨ વર્ષના ઇતિહાસમાં સૌથી સારો દેખાવ કર્યો છે ભાજપનો ધમાકેદાર વિજય થતા ઠેરઠેર જશ્‍ન મનાવાય રહ્યો છે.

સૌથી મોટી ઉજવણી કમલમ ખાતે થઇ હતી. રાજયના મુખ્‍યમંત્રી તરીકે ભુપેન્‍દ્રભાઇ પટેલ ૧૨મીએ શપથ ગ્રહણ કરશે એ સમયે પીએમ મોદી તથા ગૃહમંત્રી શાહ ઉપસ્‍થિત રહેશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી તરફ સમગ્ર ગુજરાતનું જ નહિ પણ સમગ્ર દેશનું ધ્‍યાન કેન્‍દ્રિત થયુ હતું કારણ કે ગુજરાત પીએમ – ગૃહમંત્રીનું હોમ સ્‍ટેટ છે. અહીં ભાજપે જંગ જીતવા પૂરેપૂરી તાકાત લગાડી હતી તો વિપક્ષોએ ભાજપને હરાવવા કોઇ કસર છોડી ન્‍હોતી. વડાપ્રધાન ૩૦ રેલીઓ યોજી હતી. એટલુ જ નહિ ભવ્‍ય રોડ શો પણ યોજયા હતાં તેમણે ભરોસો મૂકવા અને ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર સહિત અમદાવાદ – વડોદરા – સુરત અને રાજકોટે રંગ રાખ્‍યો છે

error: Content is protected !!