Connect with us

Sihor

ધારાસભ્ય જીતુ વાઘાણી રાજનેતા સાથે સફળ ખેડૂત પણ છે ; સામાન્ય વ્યક્તિ બની ખેડૂતની જેમ ખેતર ખેડે છે

Published

on

MLA Jitu Vaghani is a politician as well as a successful farmer; Become a common person and cultivate the field like a farmer

કુવાડિયા

ખેડૂત પુત્ર અને ધારાસભ્ય જીતુ વાઘાણી આજે પણ ખેતી કરવા એમના ખેતરે પહોંચી જાય છે, જે ટ્રેક્ટર નહી બળદનો કરે છે પ્રયોગ, ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અલગ અંદાજમાં જોવા મળ્યા, સિહોર નજીક આવેલ પોતાના ખેતરમાં બળદ સાથે હળ ચલાવ્યું, જીતુ વાઘાણી પોતાની સરળતા અને બોલ્ડ કાર્ય અંદાજના કારણે જ પ્રચલિત છે. તેઓ ધારાસભ્ય હોવા છતા પણ ન માત્ર જમીન સાથે જોડાયેલા નેતા છે, પોતાના મતવિસ્તાર જ નહીં સમગ્ર જિલ્લામાં દરેકે નાગરિક સાથે આત્મીયતાથી જોડાયેલા નેતા છે

MLA Jitu Vaghani is a politician as well as a successful farmer; Become a common person and cultivate the field like a farmer

નેતાઓ ચૂંટણીઓ આવે એટલે ખેડૂતોના મત લેવા મતે ખેડૂતોના હિતની વાત કરે છે અને ખેડૂતોને લાભ થશે તેવા વાયદાઓ આપે છે. જ્યારે નેતા ચૂંટાય છે ત્યારબાદ તે ક્યારેય ખેતરમાં ખેડૂતોની જેમ કરતા દેખાતા નથી. તમે રાજનેતાઓને મોટા-મોટા કાર્યક્રમમાં જોયા હશે. મોટા ભાગે રાજનેતાઓ વૈભવી કારમાં આવે છે. પાંચ સાત લોકો તેમની સાથે હોય છે અને લોકોની સમસ્યાને સાંભળે છે અને ત્યારબાદ લોકોની સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપે છે પરંતુ શું તમે ક્યારેય કોઈ રાજનેતા હાથમાં પાવડો લઇને ખેતરમાં કામ કરતા અથવા તો ખેતરમાં બળદ ચલાવીને ખેતી કરતા જોયા છે.

MLA Jitu Vaghani is a politician as well as a successful farmer; Become a common person and cultivate the field like a farmer

પરંતુ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પોતાના વધેલા સમયમાં ખેતરમાં જઈને કામ કરે છે. ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ગઈકાલે સિહોર નજીક પોતાના ખેતરે ખેડુત બની ખેતી કરીને એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા, જીતુ વાઘાણી પોતાની સરળતા અને બોલ્ડ કાર્યઅંદાજના કારણે જ પ્રચલિત છે. તેઓ ધારાસભ્ય હોવા છતા પણ ન માત્ર જમીન સાથે જોડાયેલા છે પોતાના મતવિસ્તાર જ નહીં સમગ્ર જિલ્લાના દરેકે દરેક નાગરિક સાથે આત્મીયતાથી જોડાયેલા છે અને જરૂર પડ્યે પ્રત્યેક વ્યક્તિને મદદરૂપ પણ થાય છે. જેઓએ ગઈકાલે પોતાના ખેતરે બળદ સાથે વાડીમાં હળ ચલાવી ને ખેતી કરી હતી અને અલગ અંદાજમાં દેખાયા હતા. ખેતી અંગે તેમણે જણાવ્યું કે, જાહેર જીવન, કે નેતા, ધારાસભ્ય તો હું પછી બન્યો પરંતુ પહેલા તો હું ખેડૂત છે. જેથી આ કરવામાં તેમને ખુબ જ મજા આવી રહી છે. તેઓ પહેલાથી જ ખેતી સાથે જોડાયેલા છે. ખેતી પર તેમનો મહારથ છે. આ ઉપરાંત તેઓ હવે આધુનિક ખેતીમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે.

MLA Jitu Vaghani is a politician as well as a successful farmer; Become a common person and cultivate the field like a farmer

ખેતી તેમનો ખાનદાની ઉપરાંત શોખનો પણ વિષય છે. જેથી તેઓ જ્યારે પણ ફ્રી હોય ત્યારે ખેતર પહોંચી જાય છે. ખેતીની સીઝન હોવાના કારણે જીતુ વાઘાણી પાવડો લઇને ખેતરમાં કામ કરી રહ્યા છે. વાવણીની સીઝન હોવાના કારણે તોએ બળદની મદદથી ખેતરને ખેડી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ખેતરમાં પાવડાથી ક્યારા કરતા પણ જોવા મળે છે. મોટા ભાગે નેતાઓ વૈભવી કારમાં ફરે છે અને કોઈ જગ્યા પર ખાત મુહુર્તનો કાર્યક્રમ હોય તો ત્યારે હાથમાં કોદાળી કે, પાવડો પકડીને જમીનમાં નાનો એવો ખાડો બનાવે છે. પરંતુ જીતુ વાઘાણી સામાન્ય વ્યક્તિની જેમ એક દમ સાદાઈથી ખેતરમાં કામ કરી રહ્યા છે. જ્યારે-જ્યારે જગતના તાતની વાત આવે છે ત્યારે અલગ-અગલ રાજકીય પ્રક્ષના નેતાઓ આગળ આવે છે અને તેઓ ખેડૂતો પુત્ર હોવાની વાતો કરે છે પરંતુ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા ખેડૂતો નેતાઓ મોટા ભાગે અલગ-અલગ વિરોધ પ્રદર્શન કે, મોટા-મોટા કાર્યક્રમમાં જોવા મળે છે. તેઓ ક્યારેય પણ ખેડૂતની જેમ સામાન્ય વ્યક્તિ બનીને ખેતરમાં ક્યારા બનાવતા કે, પછી હળ ચલાવતા દેખાતા નથી. ત્યારે આવા નેતાઓ માટે જીતુ વાઘાણી એક ઉદાહરણ સમાન નેતા કહેવાય.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!