Connect with us

Bhavnagar

હવામાન વિભાગની આગાહી : આગામી સમયમાં કાતિલ ઠંડીનો પ્રથમ રાઉન્‍ડ શરુ થવાની શક્યતા

Published

on

Meteorological department forecast: The first round of deadly cold is likely to start in the near future

પવાર

  • કાતિલ ઠંડીનો પ્રથમ રાઉન્‍ડ આવે છે : સ્‍વેટર ગોદડા તૈયાર રાખજો
  • હાલ બે દિવસ વાતાવરણ અસ્‍થિર રહેશે, છુટાછવાયા વાદળો છવાશે : બુધવાર રાતથી ઠંડીનો અહેસાસ થશે, ૨૪મી સુધીમાં લઘુતમ તાપમાન ૩ થી ૫ ડીગ્રી જેટલું સરકી જશે, અમુક શહેરોમાં પારો સિંગલ ડીજીટમાં પહોંચી જશે

આ વખતે ડિસેમ્‍બરનો અડધો મહિનો પૂર્ણ થઈ ગયો છે. આમ છતાં ઠંડીનું નામો નિશાન નથી. થોડા દિવસ ચમકારા અનુભવાયા હતા. દરમિયાન આ સપ્‍તાહમાં ઠંડીનો પ્રથમ સારો એવો રાઉન્‍ડ આવી રહ્યો છે. આગામી બુધવાર મોડીરાતથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે. શનિવાર સુધીમાં તો દિવસ દરમ્‍યાન પણ ઠંડીનો અહેસાસ થવા લાગશે. ઠંડીનો પારો ૩ થી ૫ ડીગ્રી જેટલો સરકી જશે. ગત સપ્‍તાહ દરમ્‍યાન દ.સૌરાષ્‍ટ્ર પુર્વ સૌરાષ્‍ટ્ર તેમજ દ.ગુજરાત અને પુર્વ,મધ્‍ય ગુજરાતના વિસ્‍તારમાં માવઠુ જોવા મળેલ. આગામી તા.૨૧ ડિસેમ્‍બર સુધી મીડ/ અપર લેવલ ભેજનું પ્રમાણ વધુ રહેતા વાતાવરણ સામાન્‍ય અસ્‍થિર રહેશે.અવાર નવાર છુટા છવાયા વાદળો છવાશે. એકાદ દિવસ વાતાવરણ વધુ અસ્‍થિર રહે તેવી ૪૦ ટકા શકયતા છે.

Meteorological department forecast: The first round of deadly cold is likely to start in the near future

રાજ્‍યના વિસ્‍તારો માં તા.૨૦ ડિસેમ્‍બર સુધી ઉચ્‍ચતમ તેમજ ન્‍યુનતન તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. હાલ રાજ્‍યના વિસ્‍તારોમાં નોર્મલ તાપમાન ૨૯.૫ ડીગ્રી અને ન્‍યુનતમ ૧૪.૫ ડીગ્રી આસપાસ રહેવુ જોઇએ.તેની સાપેક્ષમાં નોર્મલથી  ૩ ડીગ્રી થી ૭ ડીગ્રી ઉંચુ જ રહે છે. ઠંડી ગાયબ થયાનો અનુભવ થાય છે..વેધરની ખાનગી સંસ્‍થા જણાવે છે કે ઉપરા ઉપરી વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બનસ અને અનુકુળ ઉતર પુર્વના ઠંડા પવનોની અસર હેઠળ તા.૨૧ની સાંજ કે મોડી રાત થી ઠંડીમાં આંશિક વધારો થયા નો અહેસાસ થશે.તા.૨૨થી ક્રમશઃ ઠંડી વધવા તરફ રહેશે.તા.૨૪ આવતા આવતા રાજ્‍યના અલગ અલગ વિસ્‍તારોમાં ઉચ્‍ચતમ તાપમાન તેમજ ઠંડી નો પારો નોર્મલ થી ૩ થી ૫ ડીગ્રી જેટલો નીચો સરકી જાય તેવી શકયતા. એકલ દોકલ જગ્‍યાએ ઠંડીનો પારો સિંગલ ડીજીટ પણ નોંધાય તો નવાઇ નહી.

Continue Reading
Advertisement
error: Content is protected !!