Bhavnagar
માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય મળતા કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યો : મુકેશભાઈ મિસ્ત્રી

ભાવનગર ખાતે યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત શ્રી મુકેશભાઈ મિસ્ત્રી સરકારશ્રીની અપાર પ્રશંસા કરતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમને સાધન સહાય મળતા તેમનામાં રહેલ કૌશલ્યને રોજગારીમાં પરિવર્તન કરવા માટે સક્ષમ બન્યા છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત ભાવનગરના ફુલસરના નિવાસી શ્રી મુકેશભાઈ મિસ્ત્રી ને ઈલેક્ટ્રીક એપ્લાયન્સ રીપેરીંગનું કામ આવડતું હતું પરંતુ સાધન સહાયના અભાવે તેઓ તે યોગ્ય રીતે કરી શકતા ના હતા ત્યારે સરકારશ્રી દ્વારા તેમને સાધન સહાય યોજનાનો લાભ મળતા તેમને ઇલેક્ટ્રીક એપ્લાયન્સ રીપેરીંગની કીટ મળી હતી અને હવે તેઓ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રીપેરીંગ કરે છે. આમ, શ્રીમુકેશભાઇ ને પહેલા બીજાનાં પર નિર્ભર રહેવું પડતું હતું જ્યારે હવે તેઓ પોતાનો વ્યવસાય કરે કરે છે.
આમ, શ્રી મુકેશભાઇ મિસ્ત્રીએ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માન્યો હતો કે તેમનામાં રહેલા કૌશલ્યને પાંખ આપવાનું કાર્ય સરકારશ્રીની માનવ કલ્યાણ યોજના થકી કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યા છે
-કૌશિક શીશાંગીયા