Sihor
સિહોરનો વડલાચોક ખાતે ભારતમાતા કી જય- વંદે માતરમ્ના ગગનભેદી નારા ગુંજ્યા

પવાર
- ભવ્ય આતશબાજી સાથે વડલાચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજ્યોત્સવ ઉજવાયો, સિહોર સાથે રાજ્યના મતદારોનો જાહેર આભાર માનતા શહેર ભાજપના આગેવાન અગ્રણીઓ
સિહોર શહેર ભાજપ પ્રમુખ ડી.સી.રાણા, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ સહીતના અગ્રણીઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની છ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા બદલ શહેરીજનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા જણાવેલ કે ગુુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે અને ભાજપનો જવલંત વિજય થયો છે અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે.
સિહોર અને જિલ્લાની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે., ત્યારે આ ચૂંટણીમા પણ શહેરીજનોએ ભારતીયા જનતા પાર્ટીમાં પુનઃ વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે. શહેરીજનોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ખોબલે -ખોબલે મત આપીને પુનઃ ભાજપને શાસન સોંપેલ છે.
વધુમાં જણાવેલ કે ભારતીયા જનતા પાર્ટીના શાસનમાં નગરપાલિકામાં પાયાની સુવિધાથી લઇને અનેકવિધ વિકાસના નાના-મોટા વિકાસ કાર્યો થયેલ છે. ત્યારે આગામી પાંચ વર્ષોમાં ભાજપના સંકલ્ટમાં દર્શાવ્યા મુજબના કામો હાથ ધરવામાં આવશે. ત્યારે શહેર ભાજપ દ્વારા સિહોર શહેર વડલાચોક ખાતે આતશબાજી અને અરસપરસ મોં મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવવામં આવ્યો હતો, અને ‘ભારત માતા કી જય ‘ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.આ તકે બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો.