Sihor
સિહોરના વોર્ડ 6 રહેણાંકી વિસ્તારમાં દિપડાએ રાતભરના ઉજાગરા કરાવ્યા

પવાર
- દીપડાએ ફરી દેખા દેતા ફફડાટ ; પાંજરે પુરવાની ચોમેરથી માંગ ; વોર્ડ 6ના મકાતનોઢાળ, જલુનોચોક, સહિતના ડુંગર વિસ્તારના ઘરની અગાસીઓમાં દિપડાના આંટાફેરા, લોકોએ રાતભર ઉજાગરા કર્યા
સિહોર શહેરના રહેણાંકી વિસ્તારોના ડુંગર પર આવેલ મકાનોની અગાસીઓ પર દીપડાના આંટાફેરાના કારણે ભારે ચકચાર જાગી છે. ત્યારે સિહોરમાં અવાર નવાર દિપડા જેવા હિંસક પ્રાણીઓ આવી પહોંચવાના તેમજ દેખા દીધા હોવાના બનાવો વધી રહ્યાં છે ફરી એકવાર ડુંગર વિસ્તારમાં દિપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિહોરના વોર્ડ 6 મકાતનોઢાળ, જલુનોચોક આસપાસના ડુંગર પર આવેલ રહેણાંકી મકાનો પર ફરી દિપડાએ દેખા દીધાં હતાં જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સિહોરના કેટલાય વિસ્તારોમાં દિપડો દેખાવાની કેટલીયે વાર બુમો ઉઠી હતી.અને વિસ્તારોમાં દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ ઉઠી છે અને હવે તો દિપડો રહેણાંકી વિસ્તારમાં પોહચતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે