Sihor
સિહોરના સિહોરીમાતા ડુંગર સીમમાં દીપડાએ ફરી દેખા દેતા ફફડાટ ; પાંજરે પુરવાની માંગ
બુધેલીયા
- ડુંગર વિસ્તારમાં દીપડાના અવારનવાર આંટાફેરા ; દિપડાને પકડવા માટે પાંજરૂ મુકાયું પણ દિપડો પાંજરે પુરાતો નથી ; રાત્રિએ ખેતરમાં જતા ડરતા ખેડૂતો ; દિપડાને ઝડપથી પકડવાની માંગણી
સિહોર તાલુકાના ડુંગર વિસ્તારોમાં અવાર નવાર દિપડા જેવા હિંસક પ્રાણીઓ આવી પહોંચવાના તેમજ દેખા દીધા હોવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી એકવાર ડુંગર વિસ્તારમાં દિપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિહોરના સિહોરીમાતા ડુંગર આસપાસ ફરી દિપડાએ દેખા દીધાં હતાં જેથી ખેડુતો સહિત માલધારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઘટનાને લઇને ફફડાટ વ્યાપ્યો છે. જોકે ફોરેસ્ટ દ્વારા દિપડાને ઝડપી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે પરંતુ દિપડો ઝડપાતો નથી સિહોરના કેટલાય વિસ્તારોમાં દિપડો દેખાવાની કેટલીયે વાર બુમો ઉઠી હતી.અને વિસ્તારોમાં દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ ઉઠી છે.