Sihor
સિહોરના ઘાંઘળી નજીક નર્મદા લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ ; ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસ્યા
પવાર
- સિહોરના ઘાંઘળી નજીક નર્મદા લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ ; ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસ્યા
- તંત્રના આંખ આડા કાન, કલાકોના કલાકો સુધી તંત્રના અધિકારી ડોકયા નહિ, લાખ્ખો લીટર પાણીનો વેડફાટ, ખેડૂતના ખેતરમાં પાણી ઘુસતા પાકને નુકશાન, ખેડૂતને રોવાનો વારો
સિહોર તાલુકાના ઘાંઘળી ગામે નર્મદા પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું હતું. નર્મદા પાઇપ લાઈનમાં ભંગાણના કારણે લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો છે. કલાકોથી પાણીનાં વેડફાટ બાદ પણ પાણી મુખ્ય અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચવાની તસ્દી પણ નથી લીધી જેને લઈ સ્થાનિક ખેડૂત આગેવાનોમાં રોષ વ્યાપ્યો છે. એક તરફ પાણીની ગંભીર સમસ્યા છે ત્યારે આ રીતે લાખ્ખો લીટર પાણીનો વેડફાટ જોઇને તંત્ર પર કોઇને પણ ગુસ્સો આવી શકે છે બીજી બાજુ પાણી વેડફાટના કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.
સિહોર તાલુકાના ઘાંઘળી ગામ પાસે પાણીની નર્મદા પાઇપ લાઇનના વાલ્વમાં ખામી સર્જાતા ઊંચા પાણીના ફૂંવારા ઉડ્યા હતા. આ ભંગાણને કારણે આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટા પાયે નુકસાનની આશંકાઓ સેવાઈ રહી છે. નર્મદા વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ નર્મદા વિભાગને આ પાણીની લાઈનમાં ભંગાણ તાત્કાલિક રીપેર કરવા જાણ કરી હતી છતાં અધિકારીઓ કલાકો સુધી ડોકાયા ન હતા. નર્મદા પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે.
જેના કારણે મહામુલા પાણીનો વ્યાપક બગાડ થતો રહે છે. ત્યારે આજે ઘાંઘળી નજીક પાણીના વાલ્વમાં ભંગાણ સર્જાયું હતું.. ભંગાણ સર્જાતા પાણીના ફુવારાઓ ઉડયા હતા કલાકો સુધી પાણીનો વેડફાટ થતા લાખ્ખો લીટર પાણી વહી ગયું છે. વાલ્વમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વહી જતા આસપાસના ખેતરોમાં ભરાઈ જવા પામ્યું છે. જેને લઈ ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાન થવાની સંભાવના સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે. ત્યારે તંત્ર દ્વારા લીકેજ પામેલા વાલ્વનું તાકીદે સમારકામ હાથ ધરી પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું.