Sihor
સિહોરની એન.ડી.નકુમ .ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ કોલેજનો લેમ્પ લાઈટીંગ એન્ડ ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

પવાર
સિહોર તાલુકાની એન.ડી.નકુમ.ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે આજે મંગળવારે શહેરની બંધન પાર્ટીપ્લોટ ખાતે પ્રથમ & દ્વિતીય વર્ષના A.N.M & G.N.M તથા BSC નર્સિંગનાં વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટીંગ એન્ડ ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં સિહોર કષ્ટભંજન મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનાં મેડીકલ ઓફિસર ડો.સહદેવસિંહ ચૌહાણ તેમજ ડો. યુવરાજસિંહ ચુડાસમા.
તેમજ કોલેજના ટ્રસ્ટી સંજયભાઈ પટેલ તથા નર્સિંગ કોલેજનાં ઈ.પ્રિન્સીપાલ નમ્રતાબેન રાયાણી તથા જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનાં પ્રિન્સીપાલશ્રીઓ તથા નર્સિંગ ટ્યુટર્સની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજમાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાર્યક્રમ ને સફળ કરવા જહેમત ઉઠાવી હતી.